fbpx

ઓડિશામાં સૂતેલા 8 બાળકોની આંખમાં ફેવિક્વિક નાખી દીધી, આંખો ચોંટી ગઈ

Spread the love
ઓડિશામાં સૂતેલા 8 બાળકોની આંખમાં ફેવિક્વિક નાખી દીધી, આંખો ચોંટી ગઈ

ઓડિશામાંથી એક અત્યંત વિચિત્ર અને જોખમી ઘટના સામે આવી છે. ઓડિશાના કંધમાલ જિલ્લામાં આવેલી એક સેવાશ્રમ શાળામાં મોડી રાત્રે હોસ્ટેલમાં સુતેલા 8 બાળકોની આંખ પર અજાણ્યા લોકોએ ફેવિકિક જેવા ચિપકનાર ગુંદર લગાવી દીધો હતો, જેના કારણે સવારે તેઓની આંખો ચોંટી ગઈ હતી. આ ગંભીર ઘટનાની જાણ થતાં જ તમામ બાળકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટના બાદ જિલ્લા પ્રશાસને કડક પગલાં લેતા મામલાની તપાસના આદેશ આપ્યા છે.

Odisha-School1

કેવી રીતે બની ઘટના

આ બનાવ કંધમાલ જિલ્લાના ફિરિંગિયા બ્લોકના સલાગુડા ગામની સરકારી સેવાશ્રમ શાળામાં બન્યો હતો. અહીં આદિવાસી અને દૂરસ્થ વિસ્તારોના બાળકો હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે. શુક્રવારે મોડી રાત્રે જ્યારે બધા વિદ્યાર્થીઓ ઊંઘમાં હતા, ત્યારે કેટલાક વિદ્યાર્થીઓએ પોતાના જ 8 સહપાઠીઓની આંખ પર ગુંદર લગાવી દીધો. સવારે જ્યારે તેઓ જાગ્યા ત્યારે તેમની આંખો ચોંટી ગઈ હતી, જેના કારણે તેઓ ભયભીત થઈ ગયા. બાળકોની ચીસો સાંભળીને હોસ્ટેલ વોર્ડન અને અન્ય વિદ્યાર્થીઓ તરત જ જાગી ગયા અને મદદ માટે દોડી આવ્યા.

ડોક્ટરોની ચેતવણી

ઘટનાની જાણ થતાં જ અસરગ્રસ્ત બાળકોને ગોછાપાડા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. અહીં પ્રાથમિક સારવાર બાદ 7 બાળકોને વધુ સારવાર માટે ફુલબાની જિલ્લાના મુખ્યાલય ખાતેની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ડોક્ટરોએ જણાવ્યું કે સમયસર સારવાર મળવાથી મોટી દુર્ઘટના ટળી છે, પરંતુ જો વિલંબ થયો હોત તો બાળકોની દૃષ્ટિને કાયમી નુકસાન થવાનો ભય હતો. હાલમાં 7 બાળકો હોસ્પિટલમાં દાખલ છે અને તેમની સ્થિતિ સ્થિર છે, જ્યારે એક બાળકને રજા આપવામાં આવી છે.

Odisha-School

વહીવટી પગલાં અને તપાસના આદેશ

આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્રે અસરકારક પગલાં લીધા છે.  મશાળાના મુખ્ય શિક્ષકનોરંજન સાહુને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.સમગ્ર મામલાની જિલ્લા કલેક્ટરે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. કલ્યાણ અધિકારી પણ હોસ્પિટલ પહોંચી બાળકોની મુલાકાત લીધી હતી. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે બાળકોની સુરક્ષામાં કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં.

error: Content is protected !!