fbpx

કોણ છે નેપાળના કાર્યકારી PM સુશીલા કાર્કી, જેમના પતિએ પ્લેન હાઇજેક કરેલું

Spread the love
કોણ છે નેપાળના કાર્યકારી PM સુશીલા કાર્કી, જેમના પતિએ પ્લેન હાઇજેક કરેલું

નેપાળમાં GEN-Zના આંદોલન પછી કે.પી.ઓલી શર્માની સરકાર ઉથલી ગઇ અને છેલ્લાં કેટલાંક દિવસથી ચર્ચા ચાલતી હતી કે નેપાળના વડાપ્રધાન કોણ બનશે. આખરે શનિવારે સુશીલા કાર્કીને નેપાળના વચગાળાના પ્રધાનમંત્રી બનાવવામાં આવ્યા છે અને તેમણે શપથ પણ લઇ લીધા છે. તો સુશીલા કાર્કી કોણ છે તેના વિશે તમને જણાવીશું.

સુશીલા કાર્કીનો જન્મ 7 જૂન 1952માં નેપાળમાં થયો હતો, તેમણે ભારતની વારાણસીની બનારસ હિંદુ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો અને શિક્ષિકા તરીકે કરિયરની શરૂઆત કરેલી એ પછી નેપાળમાં કાયદાનો અભ્યાસ કર્યો અને નેપાળમાં પહેલા મહિલા ન્યાયમૂર્તિ બન્યા હતા. સુશીલા નેપાળના પહેલા મહિલા વડાપ્રધાન પણ બન્યા છે.

સુશીલા એક પ્રખ્યાત વકીલ, લેખિકા અને રાજકારણી છે અને ભ્રષ્ટાચાર સામે લડત આપવા માટે જાણીતા છે. ભારત સાથે તેમને ખાસ લગાવ છે.

error: Content is protected !!