fbpx

પ્રાંતિજ ચિત્રિણી નર્સિંગ કોલેજ ટ્રસ્ટી મંડળ વિધાર્થીઓ ના હિત મા પ્રિન્સિપાલ સામે કાર્યવાહી

Spread the love

પ્રાંતિજ ચિત્રિણી નર્સિંગ કોલેજ ટ્રસ્ટી મંડળ વિધાર્થીઓ ના હિત મા પ્રિન્સિપાલ સામે કાર્યવાહી
– આચાર્ય નો ફ્રી મુદે  સોશિયલ મીડિયા મા વિડીયો વાયરલ થયો હતો
– આચાર્ય તથા પરિક્ષા કેન્દ્ર નિયામક નો ચાર્જ પરત લઈ કાર્યવાહી હાથ ધરી
– વિધાર્થીને પરીક્ષા આપવા મળશે
– વિધાર્થીના હિત મા નિર્ણય લઈ આગળની કાર્યવાહી કરી
– બાકી ના પેપર તથા પુરક પરિક્ષા દરમ્યાન આપવામા આવશે
– વિધાર્થીનુ ભવિષ્ય નહી બગડે
 


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે આવેલ ચિત્રિણી નર્સિંગ કોલેજ ટ્રસ્ટી મંડળ દ્રારા કોલેજ ના  વિદ્યાર્થીઓ ના હિત ને લઈ ને કોલેજ ના પ્રિન્સિપાલ તથા પરિક્ષા કેન્દ્ર ના નિયામક નો ચાર્જ પરત લઈ આગળની કાર્યવાહી હાથધરી તો વિધાર્થીનીને પરીક્ષા આપવા મળશે

 પ્રાંતિજ રેલ્વેસ્ટેશન વિસ્તાર મા આવેલ ચિત્રિણી નર્સિંગ કોલેજ મા જી.એન.એમની પરીક્ષા મા  નાયક અર્ચના બેન વિધાર્થી ને  ફ્રી ના ભરી હોય તેને કોલેજ ના પ્રિન્સિપાલ તથા પરિક્ષા કેન્દ્ર ના નિયામક ર્ડા.નરેન્દ્ર શર્મા દ્રારા પરીક્ષા ના આપવા દેતા જે અંગેનો વિડીયો સોશિયલ મીડિયા મા વાયરલ થયો હતો અને વિડીયો વાયરલ થયો ને આ અંગે કોલેજ ના ટ્રસ્ટી ર્ડા.નૃપાશ પટેલ ના ધ્યાને આવતા તેવોએ વિધાર્થી નુ ભવિષ્ય ના બગડે અને તે માટે બાકી પેપર આપવા તથા બીજા પેપર આવનાર પુરક પરીક્ષા મા આપવા અને કોલેજ ના પ્રિન્સિપાલ તથા પરીક્ષા કેન્દ્ર ના નિયામક નો ચાર્જ સભાળતા ર્ડા.નરેન્દ્ર શર્મા  પાસેથી આચાર્ય તથા પરીક્ષા કેન્દ્ર નિયામક નો ચાર્જ પરત લઈ આગળ ની કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી અને વિધાર્થી ના ભવિષ્ય ની હિત ની ચિંન્તા કરી ટ્રસ્ટ મંડળ દ્રારા તાત્કાલિક ધોરણે એક્શન લેવામા આવી

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!