fbpx

અમદાવાદ-મુંબઈ હાઇવે પર લાંબો જામ ભાજપના નેતાઓને દેખાતો નથી

Spread the love
અમદાવાદ-મુંબઈ હાઇવે પર લાંબો જામ ભાજપના નેતાઓને દેખાતો નથી

લોકો નેતાઓને એટલા માટે ચૂંટીને મોકલતા હોય છે કે, લોકોની ગંભીર સમસ્યા હોય તો આ નેતાઓ તમના પ્રશ્નોને વાચા આપે અને રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારમાં રજૂઆત કરે, પરંતુ ચૂંટાયા પછી આ બધા નેતાઓ અંધ બની જાય છે. તેમને કોઇ સમસ્યા દેખાતી જ નથી હોતી

 છેલ્લાં કેટલાંક દિવસોથી અમદવાદ- મુંબઇ નેશનલ હાઇવે નં-48 પર ખાડા પડી જવાને કારણે 15-15 કિ.મી લાંબા ટ્રાફીક જામ લાગે છે જેને કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

કેટલાંક ટ્રક ડ્રાઇવરોએ અમને ફોન કરીને કહ્યું કે, મુંબઇ પહોંચતા અમને 8 કલાક લાગે તેની સામે અત્યારે 3 દિવસ લાગી રહ્યા છે અને અમારે સફરજન કે કોઇ ફ્રુટ પર દિવસો પસાર કરવા પડે છે. કેટલાંક ટ્રક ડ્રાઇવરોની તો જામને  કારણે નોકરી ચાલી ગઇ છે. પરંતુ મગરમચ્છની ચામડીના નેતાઓ કે નેશનલ હાઇવે ઓથોરીટીને કઇ ફરક પડતો નથી.

error: Content is protected !!