fbpx

પ્રાંતિજ ખાતે સરદાર સન્માન યાત્રા નુ ભવ્ય સ્વાગત કરવામા આવ્યુ

Spread the love

પ્રાંતિજ ખાતે સરદાર સન્માન યાત્રા નુ ભવ્ય સ્વાગત કરવામા આવ્યુ
– ધારાસભ્ય ,  પૂર્વ મંત્રી , પૂર્વ ધારાસભ્ય , તાલુકા પ્રમુખ સહિત પટેલ સમાજ ના લોકો ઉપસ્થિત રહ્યા
– બારડોલી થી સોમનાથ સરદાર સન્માન યાત્રા પાંચ મા દિવસે પ્રાંતિજ ખાતે પોહચી
– સરદાર પટેલ ના વિચારો ધરે-ધરે પોહચાડવા યાત્રાનુ આયોજન
     


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે સરદાર પટેલ ની યાદમા બારડોલીથી નિકળેલ સરદાર સન્માન યાત્રા પાંચમા દિવસે પ્રાંતિજ ખાતે આવી પોહચતા પ્રાંતિજ ખાતે સરદાર સન્માન યાત્રાનુ ભવ્ય સ્વાગત કરવામા આવ્યુ


સરદારની કર્મભૂમિ બારડોલીની પવિત્ર ધરતી પરથી આ યાત્રા ૫૦ ગાડીના કાફલા સાથે ૧૨ દિવસ ની  સરદાર સન્માન યાત્રા ૧૮ જિલ્લા, ૬૨ તાલુકા અને ૩૫૫ ગામોને આવરી લેવામાં આવશે તો દેશના લોહપુરુષ, એકતાના પ્રતીક સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર ગુજરાતમાંથી એક ભવ્ય અભિયાનની શરૂઆત કરવામાં આવ્યું છે આ અભિયાન અંતર્ગત સરદાર સન્માન યાત્રા ૨૦૨૫ નામની યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો છે જે સમગ્ર ગુજરાતનાં જિલ્લે જિલ્લે અને તાલુકે તાલુકે ફરશે યાત્રાનો પ્રારંભ ૧૧ મી સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ બારડોલીના ઐતિહાસિક સ્વરાજ આશ્રમથી કરવામાં આવ્યો  છે જે યાત્રા અમદાવાદ બાદ આજે પ્રાંતિજ નાની ભાગોળ વિસ્તાર મા આવેલ પટેલ સમાજ ની વાડી ખાતે સરદાર સન્માન યાત્રા આવી પોહચતા ઉપસ્થિત સોવકોઇ એ ફુલહાર પહેરાવી સ્વાગત કર્યુ હતુ તો નાની ભાગોળ વિસ્તાર મા આવેલ સરદાર પટેલ ના બાવળાને પણ ફુલહાર પહેરાવવામા આવ્યા હતા તો આ યાત્રા બારડોલી થી અમદાવાદ , પ્રાંતિજ , મહેસાણા , રાજકોટ , અમરેલી , ચમાડી , જુનાગઢ સહિત ફરીને સોમનાથ ખાતે પૂર્ણાહુતિ કરવામા આવશે તો પ્રાંતિજ ખાતે સરદાર સન્માન યાત્રા આવી પોહચતા પ્રાંતિજ-તલોદ ના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર , પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ , પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા , તાલુકા પંચાયત પ્રમુખ પ્રદીપસિંહ રાઠોડ , પ્રાંતિજ નગરપાલિકા પ્રમુખ અનિતાબેન જિગ્નેશભાઇ પંડ્યા , ભાજપ જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ , ભાજપ પ્રાંતિજ તાલુકા પ્રમુખ કલ્પેશભાઇ પટેલ , તાલુકા સદસ્ય રાજ પટેલ , સુનીલદાસ મહારાજ , નગરપાલિકા પૂર્વ પ્રમુખ જિગ્નેશભાઇ પંડયા , અનિલભાઈ પટેલ , મહાવીર સિંહ , સંજયભાઇ પટેલ  સહિત ભાજપ કાર્યકરો આગેવાનો પટેલ સમાજ ના આગેવાનો તથા પ્રાંતિજ સહિત તાલુકામાંથી પાટીદાર સમાજ ના ભાઇ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ને ભવ્ય સ્વાગત કર્યુ હતુ

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!