
બુલિયન માર્કેટમાં સોનાના ભાવો આસમાનને આંબી રહ્યા છે. શુક્રવારે સુરતમાં 24 કેરેટ સોનોનો 10 ગ્રામ દીઠ ભાવ 1 લાખ 9 હજાર 640 રૂપિયા છે અને ચાંદીનો કિલોએ ભાવ 1 લાખ 26 હજાર 850 રૂપિયા છે. સોનાના વધી રહેલા ભાવાને કારણે લોકોમાં મુંઝવણ છે કે આ ભાવે સોનું ખરીદવું કે ઘટાડાની રાહ જોવી?
બુલિયન માર્કેટના નિષ્ણાત કિર્તી પાટડીયાનું માનવું છે કે, જો તમારા ઘરમાં 4થી 6 મહિનામાં લગ્નનો પ્રસંગ આવતો હોય તો અત્યારના ભાવેથી સોનું ખરીદી લેવું જોઇએ, કારણકે સોનાના ભાવો વધવાના જે કારણો છે તે લાંબા ગાળાના છે અને નજીકના દિવસોમાં ભાવ તુટી જાય તેવી શક્યતા દેખાતી નથી.
એક બુલિયન નિષ્ણાતનું કહેવું છે કે, આગામી દિવસોમાં સોનાનો ભાવ દોઢ લાખ રૂપિયા પર પહોંચી શકે છે.