fbpx

બોલો,  ઉત્તર ગુજરાતની એક દૂધ મંડળીમાં 11 લાખ રૂપિયાનું દૂધ પંખાને કારણે ઉડી ગયું

Spread the love
બોલો,  ઉત્તર ગુજરાતની એક દૂધ મંડળીમાં 11 લાખ રૂપિયાનું દૂધ પંખાને કારણે ઉડી ગયું

બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામા આવેલા કોદરામ ગામ દૂધ મંડળીનો એક મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. કોદરામ દૂધ મંડળીની વાર્ષિક સાધારણ સભામાં જે રિપોર્ટ જાહેર થયો તેમાં 11 લાખ રૂપિયાની દૂધની ઘટ સામે આવી. પશુપાલકોએ સવાલ પુછ્યો કે 11 લાખ રૂપિયાના દૂધની ઘટ કેવી રીતે થઇ? તો કોદરામ દૂધ મંડળીના ચેરમેને ચોંકાવનારો જવાબ આપ્યો. તેમણે કહ્યુ કે, પંખાને કારણે દૂધ ઉડી ગયું એટલે 11 લાખ રૂપિયાના દૂધની ઘટ આવી.

કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ એક વીડિયો શેર કરીને વ્યંગ કર્યો કે જર્મની, યુરોપના એન્જિનયરો, વૈજ્ઞાનિકો કોદરામ ગામ આવવાન છે એ જેવા કે એવો તે કેવો પંખો છે કે જેને કારણે દૂધ ઉડી જાય છે.મેવાણીએ કહ્યું કે, રાજ્ય સરકારે આ પંખાનો ઉપયોગ વરસાદના પાણી લોકોના ઘરમાં ભરાયા છે તેના માટે ઉપયોગ કરવો જોઇએ.

error: Content is protected !!