-copy16.jpg?w=1110&ssl=1)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામાન્ય પરિવારમાંથી જન્મ લઇને આજે સત્તાના શિખર પર પહોંચ્યા છે. તેઓ ત્રીજી વખત દેશના વડાપ્રધાન બન્યા. નરેન્દ્ર મોદીના રાજકીય ઉદયથી ભાજપને તો રાજકીય ઉંચાઇ મળી, પરંતુ PM મોદીના રાજકીય શૈલીને કારણે કોંગ્રેસે પણ પોતાની પરંપરાગત નીતિઓ બદલવી પડી.
PM મોદીએ દેશની રાજકીયા પ્રથાઓને પુરેપુરી બદલી નાંખી છે. જેને કારણે છેલ્લાં 30 વર્ષથી કોંગ્રેસ ગુજરાતમાં સત્તા મેળવી શકી નથી. 2014થી કેન્દ્રમાં પણ સત્તા મેળવી શકી નથી.
જેને કારણે રાહુલ ગાંધીએ મજબુરીમાં રસ્તા પર ઉતરવું પડ્યું, કોંગ્રેસે પોતાની અલ્પ સંખ્યક વોટ બેકંગીનું ફોકસ બદલવું પડ્યું. કોંગ્રેસે ગાંધી પરિવારનો જ અધ્યક્ષ બને એ પ્રથા પણ તોડવી પડી અને 2022માં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે મલ્લિકાર્જૂન ખડગેને જવાબદારી સોંપવામાં આવી.