fbpx

ગુજરાતમાં રોજ 21 કરોડપતિ ઉમેરાય છે, અમદાવાદ, વડોદરા, સુરતમાં કેટલા છે

Spread the love
ગુજરાતમાં રોજ 21 કરોડપતિ ઉમેરાય છે, અમદાવાદ, વડોદરા, સુરતમાં કેટલા છે

મર્સિડીઝ બેન્ઝ હુરુન ઇન્ડિયા વેલ્થ રિપોર્ટ 2025 સામે આવ્યો છે, જેમાં ભારતમાં કેટલા કરોડપતિ વધ્યા અને રાજ્યોમાં કેટલા વધ્યા તે વિશેની વાત કહેવામાં આવી છે.

 વર્ષ 2021થી ભારતમાં 4 લાખથી વધુ નવા કરોડપતિ ઉમેરાયા છે અને ગુજરાતમાં 5 વર્ષમાં કરોડપતિ બમણા થઇ ગયા છે. વર્ષ 2020માં ગુજરાતમાં કુલ કરોડપતિઓની સંખ્યા 29000 હતી જે 2025માં 68300 થઇ ગઇ છે.

વર્ષ 2023-24માં ગુજરાતાં 93000 કરોડનો ઇન્કમટેક્સ વસૂલાયો હતો. ગુજરાતના શહેરોની વાત કરીએ તો અમદવાદમાં કુલ 26800, સુરતમાં 5700 અને વડોદરામાં 4600 કરોડપતિઓ છે.

ગુજરાતાં છેલ્લાં 5 વર્ષમાં જે રીતે કરોડપતિઓની સંખ્યા વધી રહી છે એ જોતા એમ કહી શકાય કે ગુજરાતમાં રોજના 21 કરોડપતિનો ઉમેરો થાય છે.

error: Content is protected !!