fbpx

પ્રાંતિજ ના મજરા પાસે રાત્રીના કાર ચાલકે ત્રણ ને અડફેટે લીધા

Spread the love

પ્રાંતિજ ના મજરા પાસે રાત્રીના કાર ચાલકે ત્રણ ને અડફેટે લીધા
– બે ના ધટના સ્થળેજ કર્મકમાટી ભર્યુ મોત   , એક સારવાર હેઠળ
– હોટલમાં નોકરી કરતા બે જણાં અકસ્માતનો ભોગ બન્યા
 – એક ઈજાગ્રસ્તને સારવાર માટે ગાંધીનગર લઈ જવાયો
– ત્રણેય જણા હોટલ મા નોકરી કરતા હતા
               


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના મજરા ચોકડી પર રવિવારે રાત્રે નશાની હાલતમાં તલોદ તરફથી આવી રહેલા એક કારના ચાલકે પોતાની કાર બેફામ અને ગફલતભરી રીતે હંકારી લાવી રોડ પરથી પસાર થતાં ત્રણ જણાને હડફેટે લઈ ગંભીર ઈજા પહોંચાડી હતી  જેમાં બે જણાના મોત નિપજ્યાં હતા જ્યારે ગંભીર રીતે ઘવાયેલા એક ઈજાગ્રસ્તને સારવાર માટે ગાંધીનગર સિવીલમાં મોકલી અપાયો હતો અકસ્માતનો ભોગ બનેલા ત્રણ જણા હોટલમાં કામ કરતા હતા


આ અંગે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ રવિવારે સાંજના સુમારે તલોદ તરફથી આવી રહેલ કાર નં. જીજે ૦૧ આર બી ૭૦૭૬ નો ચાલક નશામાં ધૂત હોવાને કારણે બેફામ કાર હંકારીને મજરા ચોકડી તરફ આવી રહ્યો હતો  જ્યાં કારના ચાલકે ગમે તે કારણસર હોટલમાં કામ કરતા ત્રણ જણા રોડ ક્રોસ કરતા હતા ત્યારે હડફેટે લઈ અકસ્માત સર્જયો હતો જેના કારણે પ્રાંતિજ અને અમદાવાદ તરફથી આવતા વાહનો પણ થોડોક સમય થંભી ગયા હતાત્યારબાદ આ ગમખ્વાર અકસ્માતમાં હોટલમાં કામ કરતા ત્રણ પૈકી બે જણાના મોતનિપજ્યાં હતા જ્યારે અન્ય એક ઈજાગ્રસ્તને ગંભીર ઈજા થતાં સારવાર માટે તરત જ ગાંધીનગર સિવીલમાં મોકલી અપાયો હતો અકસ્માતની ઘટના બાદ પ્રાંતિજ પોલીસે ઘટનાસ્થળે આવી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા જોકે મંગળવારે સાંજ સુધી કોઈ સત્તાવાર ફરીયાદ નોંધાઈ નથી તો બીજી તરફ અકસ્માતમાં મોતને ભેટેલા રાજસ્થાનના બે અને વિજાપુરના પરિવારજનો દોડી આવ્યા હતા દરમ્યાન અકસ્માત સર્જનાર કારનો ચાલક અકસ્માત સર્જીને કાર મુકીને ભાગી ગયો હતો

બે ના મોત એક ને ઇજાઓ પોહચી
૧. પટેલ કેશવલાલ ઉં. ૪૩, (રહે. રાજસ્થાન, મંડોલી)
૨. વિજયભાઈ ભરતભાઈ સલાટ (રહે. દેવડા, વિજાપુર, જિ.મહેસાણા)
૩ ઈજાગ્રસ્ત કેશવસિંહ રાજપૂત (રાજસ્થાન

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!