fbpx

પ્રાંતિજ ના રામપુર-સોનાસણ રોડ પર ઈકોએ ટક્કર મારતા એકનું મોત

Spread the love

પ્રાંતિજ ના રામપુર-સોનાસણ રોડ પર ઈકોએ ટક્કર મારતા એકનું મોત
પ્રાંતિજ ના રામપુરા ના બાઇક ચાલક નુ ધટના સ્થળેજ કર્મકમાટી ભર્યુ મોત
       


 સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ તાલુકાના રામપુર-સોનાસણ રોડ પર આવેલ એક ફેકટરી નજીકથી ત્રણ દિવસ અગાઉ પસાર થઈ રહેલ બાઈકને ઈકોએ સામેથી ટક્કર મારતા એક જણાનું મોત નિપજ્યું હતુ અંગેની ફરીયાદ રવિવારે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં નોંધાવા પામી હતી


 પ્રાંતિજ તાલુકાના રામપુરા ગામના નૈતિકભાઈ દશરથભાઈ પટેલે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ ગત તા. ૧૯ સપ્ટેમ્બરના રોજ બપોરના સુમારે તેમના પિતા દશરથભાઈ પટેલ બાઈક નં. જીજેડીએફ ૫૦૭૮ પર બેસી ખેતરમાં મજૂરોને ચા આપવા જતાં હતા ત્યારે રામપુર-સોનાસણ રોડ પર આવેલ એક ખાનગી ફેકટરી પાસેથી પુરઝડપે આવતી ઈકો નં. જીજે૩૧ડી ૧૧૨૪ ના ચાલકે ગફલતભરી રીતે ઈકો હંકારી નૈતિકભાઈ પટેલના પિતાની બાઈકને સામેથી ટક્કર મારી હતી. જેથી દશરથભાઈ પટેલનું ગંભીર ઈજાને કારણે સ્થળ પર મોત નિપજ્યું હતુ. ત્યારબાદ નૈતિકભાઈએ ઈકોના ચાલક વિરૂધ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!