એસીબીમાં કરેલ અરજીનો નિકાલ કરવા રૂા ૪ લાખ લેતા હિંમતનગરનો પત્રકાર અને એકટીવિસ્ટ પકડાયો
– પ્રાંતિજ ના કતપુર ટોલટેક્ષ નજીક ગોઠવાયેલું લાંચનું છટકું સફળ થયું
-એકટીવિસ્ટ લાંચની રકમ પત્નિને આપી ભાગવાનો પ્રયાસ કરતો હતો
આજકાલના જમાનામાં અનેક લોકો માહિતી અધિકાર કાયદાનો આવકના સાધન તરીકે ઉપયોગ કરતા હોય તેવી અનેક ઘટનાઓ બની રહી છે ત્યારે સોમવારે પ્રાંતિજ તાલુકાના કતપુર સ્થિત ટોલનાકા નજીક એક જાગૃત નાગરિક વિરૂધ્ધ એસીબીમાં કરેલી અરજીનો નિકાલ કરવા માટે રૂા. ૫ લાખની માંગણી કરી હતી પરંતુ આ જાગૃત નાગરિક લાંચ આપવા માટે માંગતા ન હોવાને કારણે તેમણે અમદાવાદ એસીબીને જાણ કરી છટકું ગોઠવ્યું હતુ. જેમાં હિંમતનગરના બ્રહ્માણીનગરમાં રહેતા અને એક દૈનિકના પત્રકાર(એજન્ટ) અને તેમના પત્નિ રૂા. ૪ લાખની લાંચ લેતા રંગેહાથ પકડાઈ ગયા હતા.


આ અંગે જાગૃત નાગરિકે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ થોડાક સમય અગાઉ એક જાગૃત નાગરિક વિરૂધ્ધ હિંમતનગરના વિજાપુર રોડ પર આવેલ બ્રહ્માણીનગર સોસાયટીમાં રહેતા એક દૈનિકના પત્રકાર તથા આપકા સંદેશ સાપ્તાહિક ન્યુઝના તંત્રી ઉપરાંત આર.ટી.આઈ એકટીવિસ્ટ કેતનકુમાર કાંતિલાલ પટેલ અને તેના પત્નિ મીનાબેનકેતનકુમાર પટેલ સોમવારે કતપુર ટોલટેક્ષ પાસે જઈને જાગૃત નાગરિક સાથે વાતચીત કરી અરજી પાછી ખેંચવા માટે રૂા. ૫ લાખની માંગણી કરી હતી. પરંતુ આ જાગૃત નાગરિકે લાંચ આપવા માટે તૈયાર ન હતા. જેથી તેમણે અમદાવાદ એસીબીના પી.આઈ એન.બી.સોલંકી અને સુપરવિઝન અધિકારી એન.એન. જાદવને સાથે રાખ્યા હતા. ત્યારબાદ આ પત્રકારે જાગૃત નાગરિક સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચ પેટે રૂા. ૪ લાખ લઈને તેમના પત્નિ મીનાબેનને આપતા હતા તે જ સમયે એસીબીના અધિકારીઓએ લાંચ લઈને બંને જણાને રંગે હાથ ઝડપી લીધા હતા. લાંચના સફળ છટકા અંગે સાબરકાંઠા જિલ્લામાં અન્ય લોકોને ખબર પડતા સાપ્તાહિકનાતથા એકટીવિસ્ટ તરીકે ઓળખાતા આ પત્રકાર વિરૂધ્ધ અનેક લોકોએ તિરસ્કાર વરસાવ્યો છે.
જીલ રાવલ સાબરકાંઠા
