
પાટીદાર અનામત આંદોલનનો મુખ્ય ચહેરો રહેલા અને વિરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે સોશિયલ મીડિયા પર એક પોષ્ટ મુકી છે જે ચર્ચાનો વિષય બની છે. હાર્દિકે પોષ્ટમાં લખ્યું છે કે, અમે શાંત છે, સંત નહી. મનમાં વહેમ હોય તો કાઢી નાંખજો, કેમકે આ શરૂઆત છે અંત નહીં.
આ બાબતે અમે ધારાસભ્ય હાર્દિક પટેલની સાથે ફોન પર વાત કરવાની કોશિશ કરી હતી, પરંતુ તેમણે ફોન ઉઠાવ્યા નહોતા. હાર્દિકના નજીકના લોકોએ કહ્યું કે, હાર્દિકે આ પોષ્ટ વિરમગામના ભાજપના સ્થાનિક નેતાઓ માટે લખી છે. વિરમગામના ભાજપ નેતાઓ અને કાર્યકરોએ હાર્દિકની ફરિયાદ હાઇકમાન્ડને કરી છે. શરૂઆતથી વિરમગામ ભાજપના નેતાઓ હાર્દિકથી નારાજ છે.
હાર્દિક પટેલની આ પોસ્ટમાં ગર્ભિત ચિમકી પણ દેખાઇ રહી છે.
