પ્રાંતિજ તાલુકાના મજરા ગ્રામ પંચાયત દ્વારા વરસાદી માહોલને ધ્યાનમાં રાખી ગટર લાઇનની કામગીરી શરૂ
– ગટર લાઇન કામ ચાલુ થતા ગામજનો મા ખુશીની લહેર



સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના મજરા ખાતે વરસાદી ઋતુને ધ્યાનમાં રાખીને મજરા ગામમાં ગ્રામ પંચાયત દ્વારા ગટર લાઇનની કામગીરી હાથ ધરવામાં આવી છે ગામના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ન રહે તેમજ સ્થાનિક લોકોને હાલાકીનો સામનો ન કરવો પડે તે હેતુથી યુવા મહિલા સરપંચ શ્વેતાબા મકવાણાના માર્ગદર્શન હેઠળ આ કામગીરી શરૂ કરવામાં આવી છે
ગટર લાઇનના કામને કારણે વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ઊભી થશે, જેના પરિણામે પાણી ભરાવાની સમસ્યામાં રાહત મળશે તેવી ગ્રામજનોમાં આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કામગીરી શરૂ થતાં સંબંધિત મહોલ્લાના રહેવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો ગ્રામ પંચાયત દ્વારા ગામના વિકાસલક્ષી કાર્યોને પ્રાથમિકતા આપી લોકોને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે