પ્રાંતિજ ના વડવાસા માં દહેજની માંગણી અને ત્રાસનો મામલો
– પતિ સહિત પાંચ સામે પોલીસ ફરિયાદ
– પોલીસે ગુનોનોંધી તપાસ હાથ ધરી
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ તાલુકાના વડવાસા ગામની પરણિત મહિલાએ પતિ અને સાસરીયાઓ સામે શારીરિક તથા માનસિક ત્રાસ, મારઝૂડ અને દહેજની માંગણી અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે આ અંગે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ ની સંબંધિત કલમો તેમજ દહેજ પ્રતિબંધ અધિનિયમની કલમ ૪ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે
પ્રાંતિજ પોલીસ સ્ટેશન ઉપર થી મળતી માહિતી મુજબ પ્રાંતિજ ના વડવાસા ગામની રહેવાસી નેહાબેને આક્ષેપ કર્યો છે કે લગ્નજીવન દરમિયાન છેલ્લા અંદાજે દસ વર્ષથી પતિ અજયકુમાર જયંતિભાઈ પટેલ તેમજ સાસુ-સસરા, જેઠ અને જેઠાણીએ તેમને વારંવાર મેણાં-ટોણાં મારી, મારઝૂડ કરી અને શારીરિક તેમજ માનસિક ત્રાસ આપ્યો હતો વધુમાં, ઘર બનાવવા માટે રૂપિયા ૫૦ લાખ દહેજની માંગણી કરવામાં આવી હતી માંગણી પૂર્ણ ન થતાં તેમને ઘરેથી કાઢી મૂકવામાં આવ્યા હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે ફરિયાદમાં વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે આરોપીઓ વડવાસા આવી મહિલાને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી આ સમગ્ર ઘટનામાં એકબીજાની મદદગારીથી ગુનો આચરાયો હોવાનું પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ મામલે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં પતિ અજયકુમાર જયંતિભાઈ પટેલ , સસરા જયંતીભાઈ કેશાભાઈ પટેલ , સાસુ વિમળાબેન જયંતિભાઈ પટેલ , જેઠ શિરીષકુમાર જયંતીભાઈ પટેલ , જેઠાણી જુલીબેન શિરીષકુમાર પટેલ તમામે-તમામ રહે.એ બસોચાર કુદરત રેસીડન્સી નવયુગ સ્કુલ ની સામે નરોડા, અમદાવાદ સહિત કુલ પાંચ આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે હાલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે