fbpx

જેમને કોઇ ઓળખતું નથી એવા પૂર્વ ક્રિક્રેટર BCCIના પ્રમુખ કેમ બનવાના છે?

Spread the love
જેમને કોઇ ઓળખતું નથી એવા પૂર્વ ક્રિક્રેટર BCCIના પ્રમુખ કેમ બનવાના છે?

BCCIના નવા પ્રમુખનું નામ જાહેર થઇ ગયું હોવાનું મોટા ભાગના મીડિયામાં કહેવામાં આવ્યું છે. BCCIએ જ્મ્મુ-કાશ્મીરના મિથુન મન્હાસને પ્રમુખ બનાવ્યા છે. જેઓ પહેલા અનકેપ્ડ ક્રિકેટર હશે જે ભારતીય ક્રિક્રેટ બોર્ડનું નેતૃતવ કરશે.

મિથુન મન્હાસે એક પણ ઇન્ટરનેશન ક્રિક્રેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ નથી. પરંતુ તેમની પાસે જમ્મુ કાશ્મીર ક્રિક્રેટ બોર્ડનો વહીવટી અનુભવ અને ઘરેલું ક્રિકેટનો અનુભવ છે.

મિથુન મન્હાસ 157 ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમ્યા છે અને તેમાં તેમણે કુલ 9714 રન માર્યા હતા. તેમણે 27 સદી અને 49 હાફ સેન્ચુરી ફટકારી હોવાનો તેમના નામે રેકોર્ડ છે.

IPLની મેચમાં મિથુન મન્હાસ દિલ્હી ડેર ડેવીલ, પુણે વોરિયર્સ અને ચેન્નાઇ સુપર કીંગ્સનો હિસ્સો હતા.

BCCIના પ્રમુખ તરીકે સૌરવ ગાંગુલી, હરભજન જેવા મોટા નામો રેસમાં હતા.

error: Content is protected !!