fbpx

આમાં કંઈ રીતે ‘સ્વદેશી અપનાવો’ સાર્થક થાય, લાખ રૂપિયાનો અમેરિકન ફોન ખરીદવા મારામારી

Spread the love
આમાં કંઈ રીતે ‘સ્વદેશી અપનાવો’ સાર્થક થાય, લાખ રૂપિયાનો અમેરિકન ફોન ખરીદવા મારામારી

અમેરિકાની એપલ કંપનીનો i-phone 17 19 સપ્ટેમ્બર, શુક્રવારે ભારતમાં લોંચ થયો. હજારો, લાખો રૂપિયાની કિંમત હોવા છતા એપલના મુંબઇ અને દિલ્હીના શો-રૂમ પર એવો ધસારો થયો કે માત્ર લાંબી લાઇન નહી, પરંતુ મારામારી પણ થઇ ગઇ, વાત એટલી વણસી કે પોલીસને બોલાવવી પડી.

આ ફોન ખરીદવા માટે લોકો એપલના શો-રૂમની બહાર ગુરુવારે રાત્રે 12 વાગ્યાથી લાઇનમાં ઉભા રહી ગતા હતા. નવાઇની વાત એ છે કે,અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50 ટકા ટેરિફ નાંખ્યો પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારંવાર સ્વેદશી અપનાવવાની વિનંતી કરી રહ્યા છે. પરંતુ અમેરિકાનો આ ફોન ખરીદવા લોકો પાગલ બની ગયા છે. એક ફોન ખરીદવા લોકો 8થી 10 કલાક લાઇનમાં ઉભા રહ્યા.

error: Content is protected !!