fbpx

આને મા ન કહેવાય, આના તો રાક્ષસને સારા કહેવાડે એવી સ્ત્રી છે

Spread the love
આને મા ન કહેવાય, આના તો રાક્ષસને સારા કહેવાડે એવી સ્ત્રી છે

અજમેરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રેમી સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહેવાના ગાંડપણને કારણે ભાન ભૂલેલી એક માતાએ ‘મમતા’ને નેવે મૂકીને તેની ત્રણ વર્ષની પુત્રીનો જીવ લઈ લીધો. જો કે આની સાથે તેણે એક કારણ એ પણ બતાવ્યું હતું કે તે આર્થિક રીતે સંઘર્ષ કરી રહી હતી અને તેનો ઉછેર કરવામાં અસમર્થ હતી, તે કારણે તેણે તેની પુત્રીને આના સાગર તળાવમાં ફેંકી દીધી. જોકે, આ ઘટના પાછળનો મુખ્ય હેતુ તેના લિવ-ઇન રિલેશનશિપને બચાવવાની ઇચ્છા હોવાનું જણાય છે. પોલીસે છોકરીનો મૃતદેહ શોધી કાઢ્યો છે અને સમગ્ર કેસ ઉકેલી નાખ્યો છે.

Ajmer Mother

અજમેર (ઉત્તર)ના નાયબ પોલીસ અધિક્ષક રુદ્ર પ્રકાશે જણાવ્યું હતું કે, બુધવારે અજમેરમાં આના સાગર તળાવની ચોપાટી પાસે 3 વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. તેની ઓળખ કાવ્યા તરીકે થઈ હતી. આ પહેલા મંગળવારે રાત્રે કાવ્યાની માતા અંજલિએ તેની છોકરી ગુમ થઈ હોવાની જાણ કરી હતી. આના કારણે પોલીસ છોકરીની શોધખોળ કરી રહી હતી, પરંતુ તે મળી ન હતી. બુધવારે સવારે 10 વાગ્યાની આસપાસ તેનો મૃતદેહ આના સાગર તળાવમાં તરતો મળી આવ્યો હતો.

Ajmer Mother

ત્યારબાદ પોલીસે નજીકના CCTV કેમેરાના ફૂટેજની તપાસ શરૂ કરી. તેમાં જાણવા મળ્યું કે, વારાણસીની રહેવાસી અંજલિ મંગળવારે રાત્રે લગભગ 1:30 વાગ્યે તેની મિત્ર પ્રિયા અને તેની પુત્રી કાવ્યા સાથે તળાવ તરફ જતી જોવા મળી હતી. આના સાગર જતી વખતે કાવ્યા તેની સાથે હતી, પરંતુ જ્યારે તે પાછી ફરી ત્યારે તે તેની સાથે ન હતી. આનાથી પોલીસ આખી વાત સમજી ગઈ હતી. પોલીસે આરોપી અંજલિને પકડીને પૂછપરછ કરી. તેણે ગુનો કબૂલ કર્યો. ત્યારપછી અંજલિની ધરપકડ કરવામાં આવી.

Ajmer Mother

અંજલિ અજમેરના દાતા નગરમાં તેના પ્રેમી અલ્કેશ ગુપ્તા સાથે રહે છે. તે અજમેરની એક ખાનગી હોસ્પિટલમાં કામ કરે છે. અલ્કેશ અને અંજલિ બંને વારાણસીના રહેવાસી છે. અંજલિના લગ્ન રાજુ નામના પુરુષ સાથે થયા હતા, પરંતુ તેણે લગ્ન તોડી નાખ્યા અને અલ્કેશની સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહેવા લાગી. તે તેની ત્રણ વર્ષની પુત્રી કાવ્યાને સાથે લઈને અજમેર રહેવા આવી ગઈ. પરંતુ કાવ્યા અંજલિ અને અલ્કેશના પ્રેમમાં અવરોધ બની રહી હતી. અલ્કેશ વારંવાર અંજલિને તેની છોકરી વિશે ટોણો મારતો હતો, જેના કારણે તેણે છોકરીને મારી નાંખવાનું કાવતરું ઘડ્યું.

Ajmer Mother

મંગળવારે રાત્રે તકનો લાભ લઈને તે 1:30 વાગ્યાની આસપાસ આના સાગર પહોંચી. ત્યાં તેણે કાવ્યાને ચોપાટીની દિવાલ પર સૂવડાવી અને તેને તળાવમાં ધક્કો મારી દીધો. ત્યારપછી તેણે પાછળ ફરીને જોયું પણ નહીં અને પછી, તેણે છોકરીના ગુમ થવા અંગે અલ્કેશને જાણ કરી અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી. જોકે, ગુનો કરતી વખતે અંજલિ CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પોલીસે અંજલિ અને તેની બહેનપણી પ્રિયાની ધરપકડ કરી છે. હવે આ કેસમાં અલ્કેશની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવી રહી છે.

error: Content is protected !!