
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે એશિયા કપનો સુપર ફોર મુકાબલો બુધવારે (24 સપ્ટેમ્બર) છે. મેચ રાત્રે 8 વાગ્યે શરૂ થશે, અને એની પહેલા બે ટીમ વચ્ચે ટોસ થવાનો છે. જોકે, પાકિસ્તાનના લોકો આ મેચમાં ભારત જીતી જાય એ માટે પ્રાર્થના કરશે.
હકીકતમાં, પાકિસ્તાન મંગળવારે (23 સપ્ટેમ્બર) અબુ ધાબીમાં શ્રીલંકા સામે જીતી ગયું હતું, જેના કારણે, પાકિસ્તાનની એશિયા કપ 2025માં આગળ વધવાની આશા જીવંત રહી હતી. મંગળવારે, પાકિસ્તાને શ્રીલંકા સામે ‘કરો યા મરો’ મેચમાં 12 બોલ બાકી રહેતા તેમણે 5 વિકેટથી જીત મેળવી લીધી હતી.

આનાથી ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ ફાઇનલ રમવાની આશા ફરી જીવંત થઈ ગઈ છે. જ્યારે, પાકિસ્તાનની ટુર્નામેન્ટમાંથી બહાર થવાની શક્યતા પણ ઘણી ઓછી થઈ ગઈ છે. જો બુધવારે સુપર ફોરમાં ભારત બાંગ્લાદેશ સામે જીતે છે અને પાકિસ્તાન બાંગ્લાદેશને હરાવે છે, તો 28 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન ફરી એકવાર ફાઇનલમાં ટકરાઈ શકે છે. એકંદરે, જ્યારે ભારત અને બાંગ્લાદેશ ટકરાશે, ત્યારે પાકિસ્તાનીઓ ભારતની જીત માટે પ્રાર્થના કરશે. ચાલો તો આપણે સમજી લઈએ કે તેઓ આવું શા માટે ઈચ્છે છે…

જો ભારત બુધવારે બાંગ્લાદેશને હરાવે છે, તો શ્રીલંકા બહાર થઈ જશે. આનાથી ભારત લગભગ ફાઇનલમાં પહોંચશે. આ દરમિયાન, ગુરુવારે પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ ફાઇનલ માટે સેમિફાઇનલ જેવી હશે. જો બાંગ્લાદેશ ભારતને હરાવે છે, તો સુપર ફોર માટેની રેસ દરેક માટે ખુલ્લી રહેશે. બધી ટીમો પાસે ફાઇનલમાં પહોંચવાની તક બની રહેશે.
પરંતુ બાંગ્લાદેશ જીતી જવાથી તેમને પોઈન્ટ ટેબલમાં સૌથી ઉપરનું સ્થાન મળશે, જે ફાઇનલમાં પહોંચવાની તેમની શક્યતાઓને લગભગ પાક્કું કરશે. પરંતુ, પાકિસ્તાને આવતીકાલે (25 સપ્ટેમ્બર) બાંગ્લાદેશને હરાવવું પડશે. આ સ્થિતિમાં, તેઓ ઇચ્છશે કે, બાંગ્લાદેશ ભારત સામે હારી જાય.

સુપર 4 પોઈન્ટ ટેબલ આ પ્રમાણે છે : ભારત-1 મેચ, 1 જીત, નેટ રન રેટ +0.689 (ટોચ પર), પાકિસ્તાન-2 મેચ, 1 જીત, નેટ રન રેટ +0.226 (બીજા સ્થાને), બાંગ્લાદેશ-1 મેચ, 1 જીત, નેટ રન રેટ +0.121 (ત્રીજા સ્થાને), શ્રીલંકા-2 મેચ, 0 જીત (આગામી રાઉન્ડમાં બહાર થવાની નજીક).

