
ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધી જાય તેવી આગાહી કરી છે. પટેલે કહ્યું છે કે, 24 સપ્ટેમ્બરે બંગાળની ખાડી મજબુત સિસ્ટમ સક્રીય થશે. આ સીસ્ટમ મધ્ય પ્રદેશ થઇને ગુજરાતના સૌરાષ્ટ્ર તરફ આવવાની શક્યતા છે. જેને કારણે 27 સપ્ટેમ્બરથી 3 ઓકટોબર સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને ભરૂચ અને સુરતમાં
આ ઉપરાંત દક્ષિણ. ઉત્તર અને મધ્ય સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ પડી શકે છે. બીજી એક સીસ્ટમ બંગાળના ઉપસાગરમાં 4થી 5 ઓકટોબરે બનશે એ પછી 18 ઓકટોબર અને એ પછી સીસ્ટમો બનતી જ રહેશે. 7 નવેમ્બરથી દક્ષિણ ભારતમાં ભારે વરસાદ પડશે જેને કારણે નવેમ્બર અને ડિસેમ્બરમા માવઠા થતા રહેશે. 18 નવેમ્બર પછી ખતરનાક વાવાઝોડું બનશે.
