fbpx

ટ્રમ્પની પાર્ટીના નેતાએ અમેરિકામાં હનુમાનની પ્રતિમાનો વિરોધ કર્યો, હિંદુઓ ગુસ્સામાં

Spread the love
ટ્રમ્પની પાર્ટીના નેતાએ અમેરિકામાં હનુમાનની પ્રતિમાનો વિરોધ કર્યો, હિંદુઓ ગુસ્સામાં

અમેરિકાના ટેક્સાસમાં સુગર લેન્ડમાં આવેલા અષ્ટ લક્ષ્મી મંદિરમાં હનુમાનની 90 ફુટ ઉંચી પ્રતિમા સ્થાપિત કરવામાં આવેલી છે. હવે ટ્રમ્પની પાર્ટીના નેતા એલેકઝાન્ડર ડંકને આ પ્રતિમાનો વિરોધ કર્યો છે.

રિપ્લિકન પાર્ટીના નેતા ડંકને એક્સ પ્લેટફોર્મ પર હિંદુ દેવી –દેવતાઓ સામે વિરોધ નોંધાવ્યો છે.ડંકને લખ્યુ કે, આપણે ટેક્સાસમાં ખોટા હિંદુ દેવતીઓની ખોટી મૂર્તિને કેમ મંજૂરી આપીએ છીએ? આપણે એક ખ્રિસ્તી રાષ્ટ્ર છીએ.

ડંકનના નિવેદનનો ભારે હોબાળો મચી ગયો છે. હિંદુ અમેરિકન ફાઉન્ડેશને ડંકનના નિવેદનનો વિરોધ કરતા કહ્યુ કે, આ એક હિંદુ વિરોધી અને ઉશ્કેરણીજનક નિવેદન છે.ટેક્સસામાં હનુમાનની પ્રતિમાને સ્ટેચ્યુ ઓફ યુનિયન કહેવામાં આવે છે. હનુમાનની આ પ્રતિમામા અમેરિકામાં ત્રીજા નંબરની સૌથી ઉંચી પ્રતિમા છે. પહેલી સ્ટેચ્યુ ઓફ યુનિટી, બીજી પેગાસસ અને ડ્રેગન છે.

error: Content is protected !!