
નાણા મંત્રી નિર્મલા સીતારમણે 3 સપ્ટેમ્બરે GSTના દરોમાં છુટછાટની જાહેરાત કરી હતી, પરંતુ તેનો અમલ 22 સપ્ટેમ્બર 2025થી થવાનો હતો. તો પહેલા નોરતાથી આ છુટનો લાભ મળતો થઇ જશે.
સીમેન્ટ પર પહેલા 28 ટકા GST હતો તે ઘટાડીને 18 ટકા, ટીવી, એસી પર પણ 28 ટકાથી ઘટીને 18 ટકા, સ્મોલ કાર પર 28થી 18 ટકા, હેરઓયલ પર 18 ટકાથી 5 ટકા, માખણ, ઘી,નુડલ્સ. પાસ્તા પર 12 ટકાથી ઘટાડીને 7 ટકા કરવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે, જો કોઇ દુકાનદાર આ સુધારો પાસ ઓન ન કરે તો તો લોકો નેશનલ ક્ન્ઝ્યુમપ હેલ્પ લાઇન, CBICની GST હેલ્પલાઇન અને નેશનલ એંટી પ્રોફીટીયરીંગની વેબસાઇટ પર જઇને ફરિયાદ કરી શકે છે.
જૂના સ્ટોક પર પણ સુધારેલો ભાવ જ વસુલવામાં આવશે. જુનો ભાવ નહીં લેવાશે
