
ભાવનગર જિલ્લાના મહુવા નજીક એક ખેડૂતે કેળાના પાકને પુરતો ભાવ ન મળતા તમામ કેળાના પાક પર ટ્રેકટર ફેરવી દીધું હતું જેને કારણે ખેડૂતને 15 લાખ રૂપિયાનું નુકશાન થયું હતુ.
મહુવાના ખરેડ રોડ રોડ ખેડૂત ભરતભાઇએ પોતાની 18 વિઘા જમીનમાં કેળાની ખેતી કરેલી હતી, પરંતુ જ્યારે 18 મહિનાની મહેનત પછી પાક ઉતર્યો ત્યારે માર્કેટમાં કેળાના ભાવ સાવ તળિયે બેસી ગયા હતા. પાણીના ભાવે કેળા મંગાતા હતા એટલે નિરાશ થઇને ભરતભાઇએ આખા કેળાના પાક પર ટ્રેકટર ફેરવી દીધું હતું.
ભાવનગરના ખેડૂત દશરથ ભાઇ ગોહિલે કહ્યું હતું કે, જે કેળા થોડા સમય પહેલા માર્કેટમાં 300 રૂપિયે મણ વેચાતા હતા તે હવે 100 રૂપિયાથી નીચે ભાવ ઉતરી ગયો છે. કારણ એવું છે કે, રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદને કારણે સપ્લાય ઠપ્પ થઇ ગયો છે.
