પ્રાંતિજ ના સોનાસણ ખાતે આવેલ તળાવ માંથી ગામનાજ ઇસમ ની લાશ મળી
– તળાવ મા લાશ જેવુ દેખાતા ગ્રામજનો દ્રારા પ્રાંતિજ પોલીસ ને જાણ કરી હતી
– કુદરતે હાજેત ગયેલ ઇસમ નો પગ લપસતા પાણી મા ગરકાવ થયો પ્રાથમિક તપાસ મા બહાર આવ્યુ
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના સોનાસણ ખાતે આવેલ તળાવ માંથી ગામનાજ ઇસમ ની લાશ મળી તો પ્રાંતિજ પોલીસ દ્રારા મૃતક ને પ્રાંતિજ સિવિલ ખાતે પીએમ અર્થે મોકલી આગળની તપાસ હાથ ધરી

પ્રાંતિજ તાલુકાના સોનાસણ ખાતે ગુરૂવાર ના રોજ સવારે ગામમા આવેલ તળાવમા લાશ જેવુ દેખાતા લોકો તળાવ પાસે એકઠા થયા હતા અને પ્રાંતિજ પોલીસ ને જાણ કરી હતી તો પ્રાંતિજ પોલીસ તાત્કાલિક ધટના સ્થળે દોડી જઇ હતી અને પોલીસ દ્રારા પ્રાંતિજ ફાયર ટીમ ને જાણ કરી હતી તો પ્રાંતિજ ફાયર ટીમ ને જાણ થતા ફાયર ટીમ ના કેપ્ટન મુકેશભાઇ પરમાર , ગોપાલભાઈ પટેલ , અનિલભાઈ સહિત ની ટીમ સોનાસણ ગામે આવેલ તળાવ ખાતે દોડી જઇ તળાવ મા રહેલ લાશ ને બહાર કાઢવામા આવી હતીતો તળાવ માંથી લાશ બહાર કાઢતા લાશ ની ઓળખ થતા ગામમાજ રહેતા રાજેશભાઇ પ્રસાભાઇ વણકર ની હોવાનુ જાણવા મલ્યુ હતુ તો પોલીસ ને પ્રાથમિક તપાસ મા મૃતક તળાવ પાસે કુદરતે હાજેત ગયેલ હોય અને પગ લપસતા પાણી મા ગરકાવ થતા મોત નિપજયુ હોય તેવુ લાગી હર્યુ હતુ તો પ્રાંતિજ પોલીસ દ્રારા મૃતક ને પ્રાંતિજ સિવિલ ખાતે પીએમ અર્થે મોકલી આપી આગળની કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી
જીલ રાવલ સાબરકાંઠા

