
ગુજરાતના નાણાકીય ઇતિહાસમાં પહેલીવાર સુરત મહાનગર પાલિકા રાજ્યનો પ્રથમ ગ્રીન બોન્ડ લોંચ કરવા જઇ રહી છે. મતલબ કે સુરત મહાનગર પાલિકા હવે શેરબજારમાં એન્ટ્રી કરશે.
સુરત મહાનગર પાલિકાએ પહેલીવાર 200 કરોડ રૂપિયાનો ગ્રીન બોન્ડ લોંચ કર્યો છે જે 6 ઓકટોબરે ખુલશે અને 10 ઓકટોબરે બંધ થશે. ઇશ્યુ પ્રાઇસ 1000 રૂપિયા છે અને મીનીમમ લોટ 10નો છે એટલે રોકાણકારોએ ઓછામાં ઓછા 10000 રૂપિયા આ બોન્ડમાં રોકવા પડશે.
આ બોન્ડની 200 કરોડ રૂપિયાની રકમ માત્ર પર્યાવરણીય પ્રોજેક્ટ માટે ઉપયોગમાં લેવામાં આવશે. ગુજરાતમાં કોઇ મહાનગર પાલિકા દ્રારા આ પ્રકારનો બોન્ડ લોંચ કરવાની પહેલી ઘટના છે. જો કે દેશની વાત કરીએ તો એપ્રિલ 2025માં ગાઝીયાબાદ નગર પાલિકાએ ગ્રીન બોન્ડ લોંચ કર્યો હતો.
