fbpx

પ્રાંતિજ ના નવાપુરા સીતવાડા ખાતે ફરજમા રૂકાવટ કરતા ૧૩ સામે નામજોગ પોલીસ ફરિયાદ થઈ

Spread the love

પ્રાંતિજ ના નવાપુરા સીતવાડા ખાતે ફરજમા રૂકાવટ કરતા ૧૩ સામે નામજોગ પોલીસ ફરિયાદ થઈ
– દબાણ નહી હટાવા દેતા ૧૩ વિરૂધ્ધ નામજોગ તથા સૌ મહિલા તથા પુરુષો ના ટોળા સામે પોલીસ ફરિયાદ થઈ
– તલાટી કમ મંત્રી દ્રારા પોલીસ ફરિયાદ કરી
– પ્રાંતિજ પોલીસે ગુનોનોંધી તપાસ હાથ ધરી
   


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના નવાપુરા સીતવાડા ખાતે ફરજમા રૂકાવટ કરી દબાણ નહી હટાવા દેતા ૧૩ વિરૂધ્ધ નામજોગ તથા સૌ મહિલા અને પુરુષો નુ ટોળુ સામે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમા પોલીસ ફરિયાદ થઈ


 
  પ્રાંતિજ પોલીસ સ્ટેશન ઉપર થી મળતી માહિતી મુજબ પ્રાંતિજ ના નવાપુરા સીતાવાડા ગામે તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા પુથ્વીસિંહ રૂપસિંહ મકવાણા ને પ્રાંતિજ તાલુકા પંચાયત ખાતે થી સીતવાડા તાજપુર કુઈ રોડ પર બેરીકેટ કરી રસ્તોબંધ કરેલ હોય જે રસ્તા પર નુ દબાણ દુર કરવા હુકમ થતા જે હુકમ આધારે પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી ચાલુ કરવાજતા કાયદેસર ની ફરજમા રૂકાવટ કરી દબાણ નહી હટાવવા દઇ ગુનો કરતા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા સીતવાડા પંચાયત મા તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા પૃથ્વીસિંહ રૂપસિંહ મકવાણા રહે કરોલ તા.પ્રાંતિજ જિ.સાબરકાંઠા દ્રારા પોલીસ ફરિયાદ કરતા પ્રાંતિજ પોલીસે દિગ્વીજસિંહ કરણસિંહ રાઠોડ , મેહુલસિંહ કનકસિંહ રાઠોડ , વિનયસિંહ શિવસિંહ રાઠોડ , રવિન્દ્રસિંહ છત્રસિંહ રાઠોડ , વિપુલસિંહ જયેન્દ્રસિંહ રાઠોડ , ઇન્દ્રસિંહ હરીસિંહ રાઠોડ , ભવાનસિંહ અભેસિંહ રાઠોડ , વિજયસિંહ બનુસિંહ રાઠોડ , દિગ્વીજસિંહ જયેન્દ્રસિંહ રાઠોડ , ભૈરવસિંહ જાલમસિંહ રાઠોડ , નરેન્દ્રસિંહ ઉર્ફે નિકુસિંહ જશવંતસિંહ રાઠોડ , રણજીતસિંહ રતનસિંહ રાઠોડ , મહેતાપસિંહ હરીસિંહ રાઠોડ તમામે-તમામ રહે. નવાપુરા સીતવાડા તા.પ્રાંતિજ ,જિ. સાબરકાંઠા ૧૩  વિરૂધ્ધ નામજોગ તથા સૌ મહિલા તથા પુરૂષોનુ ટોળુ વિરૂધ્ધ પ્રાંતિજ પોલીસે આઇપીસીકલમ ૨૨૧,૧૮૯,(૨), ૧૯૦,૧૯૧(૧) મુજબ ગુનોનોધી આગળની તપાસ હાથ ધરવામા આવી હતી

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!