fbpx

પ્રાંતિજ ના સીતાવાડા ખાતે ડમ્પર રોકી ચાલક ને મારમારતા ૧૮ સામે પોલીસ ફરિયાદ થઈ

Spread the love

પ્રાંતિજ ના સીતાવાડા ખાતે ડમ્પર રોકી ચાલક ને મારમારતા ૧૮ સામે પોલીસ ફરિયાદ થઈ
– મા-બહેન સામે બિભસ્ત ગાળો-બોલી ગાડીનો કાચ ફોડયો
– ચાલક ને બહાર કાઢી ગળદાપાટુ નો માર મારી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી
         


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના સીતવાડા ગામની સીમ મા ડમ્પર રોકી ગાળો-બોલી મથ્થરો મારી આગળનો કાચ ફોડી ડમ્પર ચાલક ને કેબીનમાંથી બહાર ઉતારી ગળદાપાટુ નો માર મારી ઇજાઓ કરી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા ૧૮ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ થઈ


   પ્રાંતિજ પોલીસ સ્ટેશન ઉપર થી મળતી માહિતી મુજબ પ્રાંતિજ ના સીતવાડા ખાતે ડમ્પર ચાલક ડમ્પર નંબર જી.જે.૦૯.એયુ.૦૫૭૯ રેતી ભરીને નિકળતા તે વખતે સીતવાડા ખાતે રહેતા ઇસમો દ્રારા સમાન ઇરાદો પાર પાડવા એકસંપ થઈ ગેરકાયદેસર મંડળી રચી અહીંથી ગાડી નહી જવા દઇએ તેમ કહી ગાડી આગળ ઉંધી જઇ ગેરકાયદેસર રીતે અવરોધ કરી મા-બહેન સામી બિભસ્ત ગાળો બોલી પથ્થર મારો કરી ગાડીનો મેઈન કાચ તોડી નાંખી નુકસાન કરી કેબીનમા ચડી જઇ ને ડમ્પર ચાલક પોપટલાલ ને નીચે ઉતારી પકડી રાખી ગળદાપાટુ નો માર મારી ઇજાઓ કરી તમામે-તમામ લોકોએ જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા રણજીતસિંહ ગુલાબસિંહ રાઠોડ રહે સીતવાડા , મેરાજીવાસ તા.પ્રાંતિજ, જિ.સાબરકાંઠા દ્રારા ૧૮ વિરૂધ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા પોલીસ ફરિયાદ કરતા પ્રાંતિજ પોલીસે દિગ્વીજયસિંહ કરણસિંહ રાઠોડ , મેહુલસિંહ કનકસિંહ રાઠોડ , વિનયસિંહ શિવસિંહ રાઠોડ , રવિન્દ્રસિંહ છત્રસિંહ રાઠોડ , વિપુલસિંહ જયેન્દ્રસિંહ રાઠોડ , ઇન્દ્રસિંહ હરીસિંહ રાઠોડ , ભવાનસિંહ અભેસિંહ રાઠોડ , વિજયસિંહ બનુસિંહ રાઠોડ  , દિગ્વીજયસિંહ જીતેન્દ્રસિંહ રાઠોડ ,  ભૈરવસિંહ જાલમસિંહ રાઠોડ , નરેન્દ્રસિંહ ઉર્ફે નિકુસિંહ જશવંતસિંહ રાઠોડ , રણજીતસિંહ રતનસિંહ રાઠોડ , મહેતાપસિંહ હરીસિંહ રાઠોડ , બનેસિંહ જશવંતસિંહ રાઠોડ , મોતીસિંહ રામસિંહ રાઠોડ , પ્રહલાદસિંહ પરબતસિંહ રાઠોડ , જયેન્દ્રસિંહ કરણસિંહ રાઠોડ  , કુવરસિંહ અભેસિંહ રાઠોડ તમામ રહે.નવાપુરા સીતવાડા તા.પ્રાંતિજ જિ.સાબરકાંઠા  વિરૂધ્ધ આઇપીસીકલમ ૧૮૯(૨),૧૯૦,૧૯૧(૨),૩૨૪(૬),૧૧૫(૨),૧૨૬(૨),૩૫૧ (૩), ૩૫૨ મુજબ ગુનોનોંધી આગળ ની તપાસ હાથ ધરી હતી

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!