
દર મહિનાની પહેલી તારીખે બદલાવ થતા હોય છે એ રીતે આ વખતે પણ 1 ઓકટોબરે 5 બદલાવ થવાના છે. એક કે ગેસના ભાવમાં બદલાવ થશે. પીએનજી-સીએનજીના ભાવ પણ બદલાશે. 1 ઓકટોબરથી રિર્ઝવેશન ખુલ્યાના 15 મિનિટમાં એવો જ લોકો ઓનલાઇન ટિકીટ બુક કરી શકશે જેમનું આધાર વેરિફિકેશન થયું હોય. પેન્શન ફંડમાં વસુલાતી ફીમં બદલાવ કરવામાં આવ્યો છે.
જો તમે વારંવાર ઓનલાઇન ચૂકવણી માટે ફોન પે, ગૂગલ પે અને પેટીએમનો ઉપયોગ કરો છો તો નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા UPI સુવિધાઓમાંની એક પીઅર-ટુ પીઅર વ્યવહારો દુર કરી શકે છે.
ઓકટોબર મહિનામાં બેંકોમાં શનિ-રવિ ઉપરાંત ઘણી જાહેર રજાઓ આવે છે, તો અગાઉથી બેંકીંગ કામકાજનું ધ્યાન રાખજો.

