
હજુ થોડા દિવસ પહેલા જ ઘોડદોડ રોડ પર શરૂ થયેલા દુનિયાના સૌથી મોટા લેબગ્રોન ડાયમંડ શો-રૂમ સોનાણી જ્વેલસના માલિકો વિવાદમાં આવી ગયા છે. સુરતના વેડ રોડ પર લેબગ્રોન ડાયમંડ ફેકટરી ધરાવતા અંકુશ નાકરાણીએ સોનાણી પરિવાર સામે 49.95 કરોડ રૂપિયાની ઠગાઇની ફરિયાદ CID કાઇમ સુરતમાં નોંધાવી છે.
ફરિયાદમાં અશોક મહેતા, મહેશ સોનાણી, જયમ સોનાણી અને અગત્સ સોનાણી સામે આરોપ લગાવવામાં આવ્યો છે. જયમ સોનાણી તાજેતરમાં જ્યારે સુરત એરપોર્ટ પર આવ્યા ત્યારે CID ક્રાઇમના અધિકારીઓ એરપોર્ટથી પોલીસની જીપમાં લઇ ગયા હતા તેવો વીડિયો વાયરલ થયો છે.
સોનાણી જ્વેલસના મહેશ સોનાણીએ કહ્યું કે, સમય આવ્યે મીડિયાને સાચી માહિતી જણાવીશું. મારી પાસે 650 માણસોનો સ્ટાફ છે અને વર્ષે 12થી 15 કરોડનો ટેક્સ ભરુ છું એમ સોનાણીએ કહ્યું હતું.
