
સામાન્ય રીતે દર વર્ષે ચોમાસાનો આવવાનો અને વિદાય લેવાનો સમય નક્કી હોય છે, પરંતુ આ વખતે ચોમાસું અટકી પડ્યું છે અને વિદાયમાં હજુ પંદરેક દિવસ લાગી શકે છે. ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂનથી ચોમાસાની શરૂઆત થાય અને સપ્ટેમ્બરના અંત ભાગમાં ચોમાસાની વિદાય થાય.
હવામાન વિભાગે કહ્યું છે કે, બંગાળની ખાડીમાં એક પછી એક સીસ્ટમ બની રહી છે એ જોતા ગુજરાતમાં હજુ ચોમાસાને વિદાય થતા 10થી 15 દિવસ નિકળી જશે.
સ્કાયમેટના કહેવા મુજબ ગુજરાત અને અરબી સમુદ્ધ પર એક ઉંડા નીચાણ દબાણ વાળા વિસ્તારની રચના થઇ છે બંગાળની ખાડીમાં વધુ એક લો-પ્રેસર બનવા માટે જઇ રહ્યું છે જેના લીધે હજુ વરસાદ પડશે. ગુજરાતમાં ચોમાસું અટકી ગયું છે.
