fbpx

આવા પ્રિન્સિપલ હોય તો છોકરા શું ભણવાના? આચાર્યએ ‘Hundred’ની જગ્યાએ ચેકમાં લખ્યું ‘Harendra’

Spread the love
આવા પ્રિન્સિપલ હોય તો છોકરા શું ભણવાના? આચાર્યએ ‘Hundred’ની જગ્યાએ ચેકમાં લખ્યું ‘Harendra’

હિમાચલ પ્રદેશની એક સરકારી શાળા દ્વારા જાહેર કરાયેલો ચેક હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને તેનું કારણ એવું છે કે તેની બાબતે જાણીને હેરાન રહી જશો છે. તે લાખો કે કરોડોનો ચેક નથી, પરંતુ તે વાયરલ થવાનું કારણ કંઈક બીજું જ છે. તેના પર લખેલું અંગ્રેજી કંઈક એવું છે કે કોઈને પણ હસવું આવી જાય. 25 સપ્ટેમ્બરના રોજ એક મધ્યાહન ભોજન વર્કરને 7,616 રૂપિયાનો ચેક આપવામાં આવ્યો હતો, પરંતુ બેન્કે તેને રિજેક્ટ કરી દીધો. તેનું કારણ શું હતું? ચેકનું અંગ્રેજી એવું હતું કે બેન્ક કર્મચારી પણ મૂંઝવણમાં મુકાઈ ગયા.

Cheque2

ચેક પર ‘Seven’ની જગ્યાએ ‘Savan’ લખેલું છે. ત્યારબાદ ‘Thousand’ની જગ્યાએ ‘Thursday’ને અને ‘Hundred’ની જગ્યાએ ને બદલે ‘Harendra’ લખેલું છે. ‘Sixteen’ની જગ્યાએ ‘Sixty’ લખેલું છે. હવે વિચારો કે બેન્કના અધિકારીઓ પણ વિચારમાં પડી ગયા હશે કે આ ચેક હતો કે સાપ્તાહિક કેલેન્ડર. જોકે એ સ્પષ્ટ નથી કે પ્રિન્સિપાલે પોતે ચેક લખ્યો હતો કે કોઈ બીજાએ, પરંતુ સવાલ ઉઠી રહ્યા છે કે તેમણે સહી કરતા પહેલા જોડણી કેમ ન તપાસી. સોશિયલ મીડિયા પર ચેક આવતાની સાથે જ વાયરલ થઈ ગયો અને લોકોએ તેના પર મજાક ઉડાવવાનું શરૂ કરી દીધું. સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓનો વરસાદ શરૂ થઈ ગયો.

Cheque

એક યુઝરે લખ્યું કે આ આપણી સરકારી શાળાઓની સ્થિતિ છે, જેના કારણે લોકો પોતાના બાળકોને ખાનગી શાળાઓમાં મોકલવાનું પસંદ કરે છે. તો અન્ય એક યુઝરે કટાક્ષ કરતા લખ્યું કે ‘Autocorrect system of pen’માં ગરબડી થઈ ગઈ હશે. જ્યારે સરકારી શાળાઓમાંથી આવી ક્રિએટિવ અંગ્રેજી’ બહાર આવે છે, ત્યારે એવું માનવું મુશ્કેલ છે કે જમીન પર પણ પરિવર્તન આવી રહ્યું છે.

error: Content is protected !!