
ગુજરાતમાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખની ચૂંટણીની તારીખ જાહેર થતાની સાથે જ અમવાદના નિકોલના ધારાસભ્ય જગદીશ વિશ્વકર્માનું નવા પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે પસંદગી થઇ હોવાની ચર્ચા જોરશોરથી શરૂ થઇ છે. સોશિયલ મીડિયામાં જગદીશ વિશ્વકર્માનું નામ ચાલી રહ્યું છે.
જગદીશ વિશ્વાકર્મા ગુજરાતના રાજકારણમાં એક જાણીતું નામ છે અને હાલમાં ભૂપેન્દ્ર પટેલની સરકારમાં રાજ્યમંત્રી છે. તેઓ OBC સમાજમાંથી આવે છે. કોંગ્રેસે પણ OBC સમાજમાંથી આવતા અમિત ચાવડાને ગુજરાતના પ્રદેશ પ્રમુખ બનાવ્યા હતા. સૌથી મોટું કારણ એ પણ માનવામાં આવી રહ્યું છે કે, વિશ્વકર્મા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના એકદમ ખાસ માણસ તરીકે જાણીતા છે.
તેમને ભાજપ સંગઠનો બહોળો અનુભવ છે અને અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ પણ રહી ચૂક્યા છે.
