fbpx

આમને શરમ પણ નહીં આવતી હોય કે? BJP કાર્યકર્તાએ કેન્સરના દર્દીને 10 રૂપિયાનું બિસ્કિટનું પેકેટ આપ્યું, ફોટો ખેંચાવ્યો અને પાછું લઈ લીધું

Spread the love
આમને શરમ પણ નહીં આવતી હોય કે? BJP કાર્યકર્તાએ કેન્સરના દર્દીને 10 રૂપિયાનું બિસ્કિટનું પેકેટ આપ્યું, ફોટો ખેંચાવ્યો અને પાછું લઈ લીધું

રાજસ્થાનની રાજધાની જયપુરમાં આવેલી RUHSCMS હોસ્પિટલમાં આયોજિત સેવા પખવાડિયું સમાચારમાં છે. તેનું કારણ છે એક વાયરલ વીડિયો. સેવા પખવાડિયા અંતર્ગત દર્દીઓને ફળો અને બિસ્કિટનું વિતરણ કરવામાં આવી રહ્યું હતું, પરંતુ આ સમય દરમિયાન, એક મહિલા BJP કાર્યકર્તાએ એવું કંઈક કર્યું જેનાથી સમગ્ર આયોજન પર પ્રશ્નાર્થ ચિન્હો ઉભા થવા લાગ્યા.

વાઈરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે, મહિલા કાર્યકર દર્દીને 10 રૂપિયાનું બિસ્કિટનું પેકેટ આપી રહી છે અને તેની સાથે ફોટો પડાવે છે. ફોટો પડાવતાની સાથે જ તે બિસ્કિટ પાછું લઇ લે છે, અને તેને પોતાની બેગમાં મૂકે છે અને આગળ નીકળી જાય છે. કોઈએ આખી ઘટના કેમેરામાં કેદ કરી લીધી, અને આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Jaipur RUHS Hospital

આ સેવા પખવાડિયાનું આયોજન સ્થાનિક વોર્ડ કોઓર્ડિનેટર વીરેન્દ્ર સિંહ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન BJPના અધિકારીઓ અને કાર્યકરોએ દર્દીઓને ફળો અને બિસ્કિટનું વિતરણ કર્યું. પરંતુ મહિલા કાર્યકર્તા દ્વારા બિસ્કિટ પાછા લેવાની કૃત્ય ચર્ચાનું કેન્દ્ર બની ગયું.

સોશિયલ મીડિયા પર લોકો આ ઘટનાને લઈને ટીકા કરી રહ્યા છે. ઘણા લોકો કહે છે કે, ગરીબ અને બીમાર દર્દીઓનો ઉપયોગ ફક્ત ફોટો પાડવા માટે કરવામાં આવ્યો હતો. કેટલાક યુઝર્સ તેને ‘માર્કેટિંગ સ્ટંટ’ ગણાવી રહ્યા છે, જ્યારે કેટલાક તેને હલકું કૃત્ય ગણાવી તેની નિંદા કરી રહ્યા છે.

Jaipur RUHS Hospital

BJPએ 17 સપ્ટેમ્બર, PM નરેન્દ્ર મોદીના જન્મદિવસથી 2 ઓક્ટોબર, મહાત્મા ગાંધીની જન્મજયંતિ સુધી સેવા પખવાડિયાની જાહેરાત કરી હતી. BJPએ જણાવ્યું હતું કે, PM નરેન્દ્ર મોદીના જન્મદિવસથી ગાંધી જયંતિ સુધી, BJP કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો સાથે મળીને કલ્યાણ અને જાગૃતિ પ્રવૃત્તિઓની શ્રેણીનું આયોજન કરશે. સેવા પખવાડિયા દરમિયાન, દેશભરમાં સ્વચ્છતા અને જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સેવા પખવાડિયું 2 ઓક્ટોબર, ગાંધી જયંતિના રોજ પૂર્ણ થયું હતું.

Jaipur RUHS Hospital

આ અંગે, શ્યોપુર મંડળના પ્રમુખ ગોપાલ લાલ સૈનીએ જણાવ્યું હતું કે, PM નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે 15 દિવસના સેવા પખવાડિયા અભિયાનના ભાગ રૂપે 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આના ભાગ રૂપે, 23 સપ્ટેમ્બરના રોજ RUHS હોસ્પિટલમાં દર્દીઓને ફળો અને બિસ્કિટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે, મહિલા કાર્યકર વિનીતા જૈને પણ દર્દીઓને બિસ્કિટનું વિતરણ કર્યું હતું, પરંતુ આ સમય દરમિયાન, એક મહિલા દર્દીએ બિસ્કિટ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો, કારણ કે તેની પાસે પહેલાથી જ બિસ્કિટનું પેકેટ હતું. વિપક્ષે આ વિડિયોને સંપાદિત કરીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો, જો કે, ફોટો પડાવવો એવો તેમનો કોઈ ઈરાદો ન હતો.

error: Content is protected !!