fbpx

ગુજરાતના ઇતિહાસની સૌથી મોટી વીજ ચોરી પકડાઇ, આ રીતે ખેલ કરતા હતા

Spread the love
ગુજરાતના ઇતિહાસની સૌથી મોટી વીજ ચોરી પકડાઇ, આ રીતે ખેલ કરતા હતા

છેલ્લાં 2 વર્ષથી કૌભાંડો માટે કુખ્યાત બનેલા દાહોદ જિલ્લામાં ગુજરાતના ઇતિહાસની સૌથી મોટી વીજ ચોરી સામે આવી છે. કુલ 15 કરોડ રૂપિયાની વીજ ચોરીનું કૌભાંડ પકડાયું છે.મધ્ય ગુજરાત વીજ કંપન  લિમિટેડ (MGVCL)એ 18 ઓગસ્ટે વીજ ચોરીના 3 કેસ પકડી પાડ્યા હતા તેમાંથી આખું કૌભાંડ બહાર આવ્યું.

દાહોદના 12 ગામના લોકો મીટર સાથે ચેડાં કરીને વીજ ચોરી કરતા હતા. લગભગ 600 જેટલાં કેસ નોંધાયા છે.

ગામના લોકો બે સર્કિટ વચ્ચે ડાયોડ મુકી દેતા હતા જેને કારણે મીટર રીડીંગ ઓછું આવે ક્યાં તો બિલકુલ શૂન્ય મીટર રીડીંગ આવે. એ રીતે ગામના કેટલાંક લોકો વીજ ચોરી કરતા હતા.MGVCLની 1000 લોકોની ટીમ 36 દિવસથી આ કૌભાંડની પાછળ લાગેલી છે.

error: Content is protected !!