
ગુજરાતમાં શિક્ષણનું સ્તર સાવ તળિયે ગયું છે આવું અમે નથી કહેતા, કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રજૂ કરાયેલા PARAKH રાષ્ટ્રીય સર્વેક્ષણમાંના એક રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે. દેશના ટોપ-10 પરફોર્મિંગ રાજ્યોમાં ગુજરાતનું નામ ક્યાં નથી, પરંતુ દેશના લો- પરફોર્મીંગ રાજ્યોના ટોપ-10માં ગુજરાતનું નામ સામેલ છે.
ગુજરાતમાં શાળાકીય શિક્ષણ સુધારવા માટે સરકારે 2019માં 5 કરોડ રૂપિયાના ખર્ચે ગાંધીનગરમાં વિદ્યા સમીક્ષા નામનું કેન્દ્ર બનાવ્યું અને તેને નિભાવવા માટે 80 લાખ રૂપિયાનો ખર્ચ કરી નાંખ્યો, છતા શિક્ષણના સ્તરમા કોઇ સુધારો ન આવ્યો. વિદ્યા સમીક્ષામાં અધિકારીઓ માત્ર વીડિયો કોન્ફરન્સીંગ થી જ સંતોષ માની રહ્યા છે.
ગુજરાતના જામનગર, ગીર સોમનાથ, ખેડા, છોટા ઉદેપુર, પોરબંદર અને ડાંગ સૌથી ખરાબ કરનારા જિલ્લા હોવાનું રિપોર્ટમાં કહેવાયું છે.
