fbpx

DMના આદેશ પર વ્યક્તિને જેલમાં રહેવું પડ્યું, કોર્ટે DMની સેલેરીથી 2 લાખ વળતર આપવા આદેશ કર્યો

Spread the love
DMના આદેશ પર વ્યક્તિને જેલમાં રહેવું પડ્યું, કોર્ટે DMની સેલેરીથી 2 લાખ વળતર આપવા આદેશ કર્યો

બોમ્બે હાઈકોર્ટે એક વ્યક્તિની લાંબા સમય સુધી અટકાયતના કેસમાં કડક વલણ અપનાવ્યું છે, જેમાં જિલ્લા મેજિસ્ટ્રેટ (DM)ના પગારમાંથી વળતરની રકમ વસૂલવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે રાજ્ય સરકારને કહ્યું કે, તે 2 લાખ રૂપિયાનું વળતર આપે, જેને DMના પગારમાંથી વસૂલવામાં આવે. 20 વર્ષીય વ્યક્તિનો ગુનાહિત રેકોર્ડ રહ્યો છે. તેના પર હત્યાના પ્રયાસનો પણ કેસ નોંધાયેલો છે. આ જ કેસમાં તે અગાઉથી જેલમાં બંધ હતો. ત્યારબાદ DM આયુષ પ્રસાદે મહારાષ્ટ્ર પ્રિવેન્શન ઓફ ડેન્જરસ એક્ટિવિટીઝ (MPDA) હેઠળ તેની અટકાયતનો આદેશ આપ્યો હતો. આ અટકાયતને લઈને બોમ્બે હાઈકોર્ટની ઔરંગાબાદ બેન્ચે કહ્યું હતું કે, ‘કોઈને કારણ વિના જેલમાં રાખવું બંધારણની વિરુદ્ધ છે. એટલે મજૂરને હવે વળતર તરીકે 2 લાખ રૂપિયા આપવામાં આવે. આ રકમ સીધી DMના પગારમાંથી વસૂલવામાં આવે.’

ઇન્ડિયા ટૂડેના અહેવાલ મુજબ, આ કેસ મહારાષ્ટ્રના જલગાંવનો છે. જલગાંવના રહેવાસી 20 વર્ષીય દીક્ષાંત ઉર્ફે દાદુ દેવીદાસ સપકાલેની અટકાયત કરવામાં આવી હતી. જુલાઈ 2024માં DMએ MPDA હેઠળ અટકાયતનો આદેશ આપ્યો હતો, પરંતુ તે અગાઉથી જ MIDC પોલીસ સ્ટેશનમાં એક કેસમાં ન્યાયિક કસ્ટડીમાં હતો. તેને જામીન મળવાના હતા, પરંતુ નવા આદેશ હેઠળ ફરીથી કસ્ટડીમાં લેવામાં આવ્યો.

bombay-high-court1

દેવીદાસ સપકાલેનું પ્રતિનિધિત્વ કરતા વકીલ હર્ષલ રણધીરે કોર્ટને જણાવ્યું હતું કે આ આદેશ જુલાઈ 2024માં આપવામાં આવ્યો હતો, પરંતુ તેનું પાલન 11 મહિના બાદ મે 2025 સુધી ન થયું. જ્યારે સપકાલેને અન્ય કેસમાં જામીન મળ્યા, ત્યારે પોલીસે આ આદેશનો ઉલ્લેખ કરીને જેલમાંથી નીકળતા જ તેની ફરીથી ધરપકડ કરી લીધી હતી. આ અંગે ન્યાયાધીશ વિભા કંકનવાડી અને હિતેન એસ. વેણેગાંવકરની બેન્ચે કહ્યું કે, પ્રિવેન્ટિવ ડિટેન્શન એક મોટું પગલું છે. તે કોઈની સ્વતંત્રતા પર ઉલ્લંઘન જેવું છે. અધિકારીઓનું આચરણ વધુ ગંભીર હતું. તેમણે અટકાયતના આદેશને રોકી રાખ્યો હતો. આ જાણીજોઇને કરવામાં આવેલા વિલંબ માટે કોર્ટને કોઈ ઉચિત સ્પષ્ટિકરણ આપવામાં આવ્યું નથી.

અહેવાલ મુજબ, સપકાલેના કસ્ટડી ઓર્ડરમાં 2023ના એક કેસનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જેનો તેની સાથે કોઈ સંબંધ નહોતો. બાદમાં અધિકારીઓએ સ્પષ્ટતા કરી કે તે ‘ટાઇપિંગ મિસ્ટેક’ હતી. કોર્ટે જણાવ્યું હતું કે જ્યારે કોઈની સ્વતંત્રતાની વાત આવે છે ત્યારે ‘ટાઇપિંગ મિસ્ટેક’ જેવી દલીલો અસ્વીકાર્ય છે. આ સિવાય કોર્ટે એ પણ નોંધ્યું હતું કે સપકાલે એક મરાઠી-માધ્યમનો વિદ્યાર્થી હતો. તેને જરૂરી દસ્તાવેજોના મરાઠી અનુવાદ આપવામાં આવ્યા નહોતા, જેના કારણે તેને પોતાનો પક્ષ રાખવાનો રજૂ કરવાનો અધિકાર ખતમ થઈ ગયો.

vasava3

જોકે, DMએ પોતાનો પક્ષ રાખતા જણાવ્યું કે યુવાનને મરાઠીમાં દસ્તાવેજો ઉપલબદ્ધ કરવવામાં આવ્યા હતા. પરંતુ, કોર્ટે પોલીસ પ્રશાસનના આ વલણને ‘સત્તાનો દુરુપયોગ’ ગણાવીને મજૂરને 2 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો, જેની રકમ સીધી રીતે DMના પગારમાંથી વસૂલ કરવામાં આવશે.

error: Content is protected !!