
ચૂંટણી પંચે બિહાર વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. 6 અને 11 નવેમ્બરે 2 તબક્કામાં મતદાન થશે અને 14 નવેમ્બરે પરિણામ જાહેર થશે. બિહાર વિધાનસભામાં કુલ 243 બેઠકો છે.
રાજકારણના જાણકારોનું કહેવું છે કે આ વખતની વિધાનસભાની ચૂંટણી નીતિશ કુમાર માટે છેલ્લી ચૂંટણી બની રહેશે એવું લાગી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી નીતિશ કુમારને ચૂંટણીમાં વાપરીને ફેંકી દેશે.
બિહારમાં વિપક્ષનું કહેવું છે કે, ભાજપને ખબર છે કે બિહારમાં એકલા હાથે ચૂંટણી લડવી મુશ્કેલ છે એટલે ચૂંટણીમાં નીતિશનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેવી ચૂંટણી પતશે એટલે ભાજપ વાળા પોતોના મુખ્યમંત્રી ગોઠવી દેશે. જે દશા ભાજપે મહારાષ્ટ્રમાં શિવસેનાની કરી તેવી દશા હવે બિહારમાં JDUની થવાની છે.

