
ગુજરાતમાં ‘નલ સે જલ’ યોજનામા 123 કરોડ રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું છે. મહિસાગર જિલ્લાના 620 ગામોમાં આ યોજનામાં ભ્રષ્ટાચાર થયો છે. હાલના યુનિટ મેનેજરે સીઆઇડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી કે, તત્કાલીન યુનિટ મેનેજર, પાણી સમિતિ, સ્ટાઉ અને કોંન્ટ્રાકરોના મેળાપીપણામાં મોટું કૌભાંડ થયું છે.
CIDએ જ્યારે તપાસ કરી તો ખબર પડી કે કૌભાંડીઓ હલકી કક્ષાના પાઇપો લગાડીને યોજનાના ઉંચા ભાવે રકમ ગજવે ઘાલી હતી. આ મા નિયમ એવો છે કે પાઇપ લગાવતા પહેલા ગુજરાત ઇન્ડસ્ટ્રીઅલ રિસર્ચ ડેવલપમેન્ટ એજન્સી (ગિરડા) પાસે ફરજિયાત પાઇપની ગુણવત્તા તપાસવા સેમ્પલ મોકલવાના હોય છે. પરંતુ આ કૌભાંડીઓએ ગિરડાને પાઇપ મોકલ્યા વગર ગિરડાના નામે નકલી રિપોર્ટ બનાવીને કૌભાંડ કરી નાંખ્યું હતું. આ કૌભાંડમાં 5 કોન્ટ્રાકટરો અને 4 કર્મચારી સહિત 9ની ધરપકડ થયેલી છે.
