fbpx

ગુજરાતના હવામાનમાં મોટો પલટો: ‘શક્તિ’ ડિપ્રેશનમાં, વરસાદની આગાહી સાથે ચોમાસું…

Spread the love

ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, શક્તિ વાવાઝોડું હવે તેની તીવ્રતા ગુમાવીને ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ ગયું છે. જોકે, આ સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પણ જોવા મળી રહી છે, જેના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં ભેજનું પ્રમાણ વધી શકે છે અને હળવો વરસાદ પડી શકે છે.

Cyclone-Shakti1

હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાંથી ચોમાસું આગામી ત્રણથી ચાર દિવસમાં સંપૂર્ણપણે વિદાય લઈ લે તેવી શક્યતા છે, પરંતુ ત્યાં સુધી કેટલીક જગ્યાએ છૂટાછવાયા ઝાપટાં ચાલુ રહી શકે છે.

આગામી 24કલાક માટે વરસાદની આગાહી

આગામી 24કલાક દરમિયાન વરસાદની શક્યતા મુખ્યત્વે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં રહેશે.

સૌરાષ્ટ્ર: દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત સંઘ પ્રદેશ દીવમાં પણ વરસાદની સંભાવના છે.

Cyclone-Shakti

દક્ષિણ ગુજરાત: ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જેવા જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. સંઘ પ્રદેશો દમણ અને દાદરાનગર હવેલીમાં પણ હળવો વરસાદ પડી શકે છે.

મધ્ય ગુજરાત: મધ્ય ગુજરાતના વડોદરા અને છોટા ઉદેપુર જેવા જિલ્લાઓમાં પણ છૂટાછવાયા સ્થળો પર હળવો વરસાદ થઈ શકે છે.

દરિયાકાંઠે DC-1 સિગ્નલ

વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને તકેદારીના ભાગરૂપે દરિયાકાંઠે DC-1 સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે, જે માછીમારો અને દરિયાકિનારે રહેતા લોકોને સાવચેત રહેવાનો સંદેશ આપે છે.

error: Content is protected !!