fbpx

કામદારોની માંગને લઇને કોર દક્ષિણ ગુજરાત કામદાર એસોશિએશન મેદાને

Spread the love
કામદારોની માંગને લઇને કોર દક્ષિણ ગુજરાત કામદાર એસોશિએશન મેદાને

મેસર્સ સિલવર ટચ ટેકનોલોજિસ લિમિટેડ તથા ભૂમિ એન્ટરપ્રાઇસ અને ગુજરાત રાજ્ય સરકારના કોન્ટ્રાક્ટર દ્વારા ઘણા વર્ષોથી લઘુત્તમ વેતન નહીં ચૂકવવા બાબત તથા દર મહિને અમો યુનિયનની ફરિયાદના આધારે પૂરેપુરું વેતન ચુકવ્યા બાદ ૪૦% વેતન પાછું લઈ કામદારોનું શોષણ કરતાં આવેલા હોય તથા છેલ્લા ૫ વર્ષથી બોનસ તેમજ હક્કરજા તથા અન્ય મજૂર કાયદાનું પાલન કરતાં ના હોય તે બાબતમાં તાત્કાલિક યોગ્ય પગલાં લેવા બાબત એક પત્ર નાયબ શ્રમ આયુક્ત, નાથબ શ્રમ આયુક્ત સુરત, કલેટર કચેરી, જિલ્લા સેવાદન ૨, સુરત અને પોલીસ કમિશ્નર, સુરત પોલીસ કમિશ્નરની કચેરી સુરતને લખાયો છે. 

આ રજૂઆત અમારા યુનિયના કામદાર સભ્યો જે સિલવર ટચ ટેકનોલોજિસ લિમિટેડ અન્ય સંસ્થાના કર્મચારી સભ્યો વતી કરવામાં આવી છે જેઓ હાલમાં સિલવર ટચ ટેકનોલોજિસ લિમિટેડ તથા ભૂમિ એન્ટરપ્રાઇસ તેમજ અન્ય સંસ્થાઓ (જેઓ ગુજરાત સરકારના કોન્ટ્રાકટર તરીકે ઓળખાય છે) દ્વારા રોકાયેલા છે આ તમામ કોન્ટ્રાકટર ગુજરાત રાજ્ય સરકારને વિવિધ સરકારી કર્યો માટે કોમ્પ્યુટર સેવાઓ જે કર્મચારીઓ સાથે પૂરા પાડી રહેલા છે અમો આપના તાત્કાલિક ધ્યાન પર લાવવા માંગીએ છીયે કે સિલવર ટચ ટેકનોલોજિસ લિમિટેડ તથા અન્ય સંસ્થા દ્વારા લઘુત્તમ વેતન અધિનિયમ ૧૯૪૮ અને વેતન ચુકવણી અધિનિયમ ૧૯૩૬નું સતત અને ખુલ્લુ ઉલંઘન ધ્યાન પર લાવીએ છીયે અને આ અગાઉ અમો યુનિયન તરફે તા. ૨૧-૦૬-૨૦૨૫ના રોજ નાયબ શ્રમ આયુક્તની કચેરીમાં ફરિયાદ કરેલ તેમ છતાં તેઓ હાલમાં પણ અમારા યુનિયનના સભ્ય કામદારોનું પગાર અટકાવી રાખેલ છે અને જ્યાં સુધી અમો યુનિયન દ્વારા કરવામાં આવેલ ફરિયાદ પાછી ખેચવામાં ન આવે ત્યાં સુધી તેઓ કામદારોનો બાકી પગાર ચૂકવશે નહીં અને તમારા યુનિયનથી કે તમારા થકી કોઈપણ પગલાં લેવા હોય તે લઈ શકો છો, તમો અમારું કાઇપણ નુકશાન કરી શકો તેમ નહતી કારણકે અમો સરકાર તરફે સરકારની એજેંસી તરીકે કામ કરતાં હોય કોઈપણ અધિકારી અમોને ટચ કરી શકે તેમ નથી તેમ જણાવી અમારા યુનિયનના કામદાર સભ્યોને નોકરી માંથી છૂટા કરવાની ધમકી આપતા આવેલ છે અને અમોને અન્ય જગ્યાએ નોકરી પર ટ્રાન્સફર કરવાની ધમકીઓ આપે  છે અને અમારા યુનિયનના સભ્યોને માનશિક ત્રાશ આપી રહેલ છે જેના કારણે અમારા યુનિયનના સભ્યો માટે ગંભીર શોષણ અને આર્થિક મુશ્કેલીઓ ઊભી થઈ છે.

17

અમો યુનિયને અગાઉ તા. ૨૧-૦૬-૨૦૨૫ ના રોજ ફરિયાદ કરેલ તે સમયે સરકારી શ્રમ અધિકારી દીપ શાહએ વચ્ચે પડી સમાધાન માટેની વાતચીત કરવા અમો યુનિયને સમજાવેલ તે પ્રમાણે અમો યુનિયન પ્રતિનિધિ તથા અન્ય આગેવાન કામદારો સાથે મળી દીપ શાહના જણાવ્યા પ્રમાણે કોન્ટ્રાકટરની સાથે મિટિંગ કરેલ તેમ છતાં તેઓ અમાસ યુનિયનના સભ્યો પાસે ખોટી રીતે કાયદા વિરુદ્ધ, ગેરકાયદેસર રીતે પગારમાંથી કપાત કરતાં હતા તે તથા અમારી ફરિયાદના અનુસંધાને એ-2025 માસનો પગાર પૂરેપૂરો ચુકવ્યા બાદ અમારા યુનિયનના સભ્યો પાસેથી ૪૦% રકમ પરત લઈ લીધેલ તે અંગે ચુકવણી કરવાની સ્પષ્ટપણે ના પાડી દીધેલ હતી અને તે અંગે અમોએ સરકારી શ્રમ અધિકારી  દીપ શાહને જણાવેલ પરંતુ તેઓએ તેમની સામે રિકવરીની કાર્યવાહી કરવાની જગ્યાએ ફક્ત લેબર કોર્ટમાં કાયદાના ભંગ માટે થઈ કેસો દાખલ કરેલા પરંતુ તે કેસ દાખલ કર્યા અંગેની જાણ અમોને સિલ્વર ટચ તથા અન્ય કોન્ટ્રાકટર તે ક્રિમિનલ કેસમાં લોક અદાલતમાં દંડ ભરીને ચાલ્યા ગયેલ ત્યારબાદ તે અંગેની જાણ અમો યુનિયને તા. ૧૬-૦૯-૨૦૨૫ના રોજ કરેલ.

અમોએ અગાઉ જે ફરિયાદ કરેલ તે સમયે સંસ્થા તથા બધાજ ડિરેકટરોની સામે ફરિયાદ કરવામાં આવેલ પરંતુ ત્યારબાદની અમો યુનિયની ફરિયાદ કરેલ તેના અનુષંધાને ફરીથી જે કેસો કરવામાં આવેલ તે સરકારી શ્રમ અધિકારી દીપ શાહના મેળાપીપણામાં ફક્ત એક જ ડાઇરેકટર ઉપર ફરિયાદ કરેલ અને અન્ય ડાઇરેક્ટરો ને ત્યારબાદની અન્ય ફરિયાદમાં જાણી જોઇને આરોપી બનાવેલ નથી કે તેમની સામે ફરિયાદ કરેલ નથી કે અમોને હાલમાં અમારી બીજી ફરિયાદના આધરે જે કેસો નામદાર કોર્ટમાં દાખલ કરેલ તે અંગેની જાણ અમોને સમયસર કરેલ નહી કે તેઓએ નામદાર કોર્ટમાં આકામના આરોપીઓ વારંવાર કાયદાનું ઉલંઘન કરતાં આવેલ હોય તે અંગે સરકારી શ્રમ અધિકારી સરકારી વકીલને રોકીને તે અંગે યોગ્ય રજૂઆતો કરેલ નથી કે જો તેઓ અમોને સમયસર તે અંગેની જાણ કરેલ હોતતો અમો યુનિયન તરફે વિથ પ્રોસિક્યુશન હાજર રહી અમો અમારા એડ્વોકેટ મારફતે કે સરકારી વકીલ મારફતે કે અમો જાતે નામદાર કોર્ટ સમક્ષ યોગ્ય રજૂઆતો કરી શકેલ હોત પરંતુ સરકારી શ્રમ અધિકારી  દીપ શાહ કોન્ટ્રાકટર સંસ્થાની સાથે મેળાપીપણામાં ખોટો આર્થિક લાભ લઈ અમો યુનિયના કામદાર સભ્યોનું હક્કો મળી શકે નહીં તેવું ગેરકાયદેસરનું કૃત્ય આચરેલ છે.

18

 આ કામના કોન્ટ્રાક્ટર હાલની તા. ૧૩-૦૯-૨૦૨૫ની લોક અદાલતમાં તેઓ હાજર રહી ગુનો કબુલ કરી ગયેલ છે અને તેમાં પણ અમોને જાણવા મળેલ છે તે પ્રમાણે તેઓને નવી વર્ક ઓર્ડર ગુજરાત સરકાર તરફથી મળેલ હોય તે બાબતનું તેમનું કોન્ટ્રાક્ટનું લાયસન્સ પણ રિન્યૂ કસવેલ નથી તેમજ કોટ્રાકટરે હાલમાં માહે ૦૯/૨૦૨૫નો પગાર આપવાની ના પાડેલ છે. તથા અમોને સને છેલ્લા ૫ વર્ષ ઉપરાંતથી જે નિયમ પ્રમાણે બોનસ ચૂકવવું જોઇયે. હક્કરજા ચૂકવવી જોઇયે તે ચૂકવેલ નથી.

લઘુત્તમ વેતન અધિનિયમ ૧૯૪૮નું ઉલંઘન, રાજ્ય સરકાર દ્વારા નિર્ધારિત લઘુત્તમ વેતનની ચુકવણી ન કરવી તે બાબતે સિલવર ટચ ટેકનોલોજિસ લિમિટેડ તથા ભૂમિ એન્ટરપ્રાઇસ સેસથી દ્વારા લેબર કોર્ટ સુરત સમક્ષ ક્રિમિનલ કેસ ગુનો કબૂલાત કરી દંડ ભરી પાછો વારંવાર કદનું ઉલંઘન કરી રહેલ છે.

વેતન ચુકવણી અધિનિયમ ૧૯૩૬નું ઉલંઘન, વેતન માથી ગેરકાયદેસર કપાત /વસૂલાત કરી અને વિલંબિત ચુકવણી જેમ કે એક થી દોઢ મહિના સુધી પગાર નહીં ચૂકવવો.

નિયમ પ્રમાણે હક્કરજા નહીં ચુકાવી આપવા અથવા નિયમ મુજબ રજાઓ ભોગવવા દીધેલ નથી

નિયમ પ્રમાણે બોનસ ચૂકવતા આવેળ નથી

મળેલ કોન્ટ્રાક્ટ બાબતે અમારા કામદારને એપોઇંટમેટ લેટર મળવા જોઈતા હતા તે આપેલ નથી

પેમેન્ટ ઓફ ગ્રેજ્યુઈટી નું ફોર્મ એફ ભરાવેલ નથી.

શ્રમ અધિકારી દીપ શાહ તેમની કાયદેસરની ફરજમાંથી કોન્ટ્રાકટર સાથે મળીને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી રહ્યા છે.

19

અમારી માંગણીઓ અને કાર્યવાહી માટે વિનંતી:  પરિસ્થિતીની ગંભીરતા શોષણનો લાંબો સમયગાળો અને અગાઉ કરેલ ફરિયાદો છતાં કોન્ટ્રાક્ટરની સતત ગેરકાયદેસર રીતે કરેલ કપાત તથા કાયદાનું ઉલંઘન જોતાં અમો આપના તાત્કાલિક હસ્તક્ષેપ અને નીચે મુજબની કાર્યવાહી માટે તાત્કાલિક વિનંતી કરીયે છીયે.

આ કામમાં તાત્કાલિક તપાસ, જે સિલવર ટચ ટેકનોલોજિસ લિમિટેડ તથા ભૂમિ એન્ટરપ્રાઇસ અને અન્ય સંસ્થાઓની વેતન રેકોર્ડ, ચુકવણી પ્રથા અને કરવામાં આવેલ કપાતની સંપૂર્ણ અને ઝડપી ક્લાસ-૧ દ્વારા કરમવા આવે.

લઘુત્તમ વેતન અધિનિયમની કલમ ૨૦ હેઠળ અમો વિનંતી કરીયે છીયે કે કલમ ૨૦(૨) હેઠળ અરજી પર કાર્યવાહી કરીને સિલવર ટચ ટેકનોલોજિસ લિમિટેડ તથા ભૂમિ એન્ટરપ્રાઇસ અને અન્ય સંસ્થાઓને નિર્દેશ આપવામાં આવે કે;

1. ઓછી ચુકવણીના સમગ્ર સમયગાળા (૮ વર્ષથી વધુ માટે) વાસ્તવિક ચૂકવેલા વેતન અને વૈધાનિક લઘુત્તમ વેતન વચ્ચેનો તફાવત તાત્કાલિક ધોરણે ચૂકવી આપે.

2. લઘુત્તમ વેતન અધિનિયમની કલમ ૨૦(૩) અને (૧) મુજબ વસૂલ કરવા પાત્ર રકમના ૧૦ ગણા સુધી વળતર ચૂકવે કારણકે ઉલંઘન ઈરાદા પૂર્વક અને લાંબા સંસ્યથી ચાલી રહેલ છે તેથી સમગ્ર સમયગાળા માટે ઓપચારિક અરજી દાખલ કરવામાં વિલંબ અંગે અમે રજૂ કરીયે છીયે કે વારંવારની અનદેખી અગાઉની ફરિયાદો વેતન ચોરીનો સતત સ્વભાવ, બદલાની ભાવનાનો દર અને કોન્ટ્રાકટર દ્વારા ઊભું કરાયેલુ શોષણકારી વાતાવરણ અધિનિયમની કલમ ૨૦(૨) મુજબના પ્રવધાન મુજબ વહેલા ન કરવા માટે પૂરતું કારણ છે.

૩. સિલવર ટચ ટેકનોલોજિસ લિમિટેડ તથા ભૂમિ એન્ટરપ્રાઇસ તથા અન્ય સંસ્થાઓ દ્વારા અમારા કે અન્ય કર્મચારીઓને કોઈપણ ફરિયાદના આધારે છૂટા કરે કરાવે નહીં તેવી તેઓને યોગ્ય નિર્દેશન આપવા અરજ છે.

4. કેસ દાખલ કરવા સિલવર ટચ ટેકનોલોજિસ લિમિટેડ તથા ભૂમિ એન્ટરપ્રાઇસ તથા અન્ય સંસ્થાઓ અને તેના જવાબદાર માલિક વિરુદ્ધ કલમ રર હેઠળ સતત લઘુતામ વેતન કરતાં ઓછું વેતન ચૂકવવા બદલ ફોજદારી ફરિયાદ કરેલ તેમાં સરકારી શ્રમ અધિકારી દીપ શાહની બેદરકારી અને તેમના મેળાપીપનામાં તે કામના આરોપી ફક્ત ગુનાની કબૂલાત કરીને દંડ ભરી છૂટા થયેલ હોય તેઓ ત્યારબાદ પણ કાયદાનું ઉલંઘન કરતાં આવેલ હોય, કોન્ટ્રાકટરો તથા સરકારી શ્રમ અધિકારી દીપ શાહ વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવા અરજ છે.

5 . રાજ્ય સરકાર સાથે હસ્તકક્ષેપ: અમો આપની કચેરીને વિનંતી કરીયે છીયે કે રાજ્ય સરકારના સંબંધિત વિભાગ (મૂળભૂત નિયોક્તા) ને તેમના કોન્ટ્રાકટરની સતત અને ગેરકાયદેસર શ્રમ પ્રથા વિષે સતાવાર રીતે જાણ કરો અને સરકારને સિલવર ટચ ટેકનોલોજિસ લિમિટેડ તથા ભૂમિ એન્ટરપ્રાઇસ તથા અન્ય સંસ્થાઓ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવા જેમાં તેઓ તમામને બ્લેકલિસ્ટ કરવા વિનંતી કરીયે છીયે.

6. કડક અમલીકરણ: બહાર પાડવામાં આવેલા કોઈપણ આદેશોનો કડક અમલ શુનિશ્ચિત કરી અને ભવિષ્યમાં કાયદાના ઉલ્લંઘનને રોકવા માટે કોન્ટ્રાકટર પર કડક કાર્યવાહી કરવા નમ્ર અરજ છે.

અમો યુનિયનના તરફે જણાવવાનું કે જો અમારી ઉપરોક્ત ફરિયાદનો યોગ્ય ઉકેલ દિન ૪ માં ન થાય તો અમો યુનિયન પ્રતિનિધિ અમારા યુનિયનના સભ્યો સાથે નામદાર કલેટકર સમક્ષ પ્રતિકાત્મક ઉપવાસ અથવા અન્ય પ્રતિકાત્મક પગલાં લેવાની ફરજ પડશે તેની તમામ જવાબદારી જેતે વિભાગના અધિકારી તથા શ્રમ અધિકારી દીપ શાહ તેમજ તેમની કચેરીના અધિકારીઓની રહેશે. તેમ કોર દક્ષિણ ગુજરાત કામદાર એસોશિએશનના જોઇન્ટ સેક્રેટરી નીરવ રાણાએ એક પત્રમાં જણાવ્યું હતું. 

error: Content is protected !!