fbpx

‘વેઇટિંગ પીરિયડમાં બીમારીની જાણ થઈ તો નહીં મળે ઈન્શ્યોરન્સ ક્લેઇમ’, હાઇ કોર્ટે LICના પક્ષમાં આપ્યો ચૂકાદો

Spread the love
‘વેઇટિંગ પીરિયડમાં બીમારીની જાણ થઈ તો નહીં મળે ઈન્શ્યોરન્સ ક્લેઇમ’, હાઇ કોર્ટે LICના પક્ષમાં આપ્યો ચૂકાદો

કેરળ હાઈકોર્ટે કેન્સર વીમા પોલિસીના એક કેસમાં LICની તરફેણમાં ચૂકાદો આપ્યો છે. LICએ એક મહિલાના વીમાના ક્લેમને ફગાવી દીધો હતો, જેની સામે તેણે કેરળ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. હાઈકોર્ટે LICના નિર્ણયને યોગ્ય માનતા કહ્યું કે, નિયમો મુજબ આ ક્લેમ મહિલાને લાગૂ પડતો નથી.

એક મહિલાએ 16 માર્ચ 2021ના રોજ તેની LIC કેન્સર વીમા પોલિસી રિન્યૂ કરાવી હતી. પોલિસીમાં એવી શરત હતી કે 180 દિવસના વાઇટિંગ પીરિયડ બાદ લાગૂ થશે. એટલે કે જો આ સમયગાળા દરમિયાન કેન્સરની જાણ થાય છે તો વીમામાં તે કવર નહીં થાય. લાઈવ લૉના અહેવાલ મુજબ, પોલિસી ખરીદ્યાના લગભગ એક મહિના બાદ 25 ઓગસ્ટના રોજ મહિલાએ બ્લીડિંગની ફરિયાદ કરી હતી. તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

kerala-HC1

તેજ દિવસે અલ્ટ્રાસાઉન્ડમાં તેણે એન્ડોમેટ્રાયલ કેન્સર હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. ત્યારબાદ 31 ઓગસ્ટના રોજ હિસ્ટોપેથોલોજી અને 1 સપ્ટેમ્બરના રોજ MRIમાં પણ કેન્સરના લક્ષણો જોવા મળ્યા. ત્યારબાદ મહિલાને બીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેની સર્જરી કરવામાં આવી હતી. સર્જરી દરમિયાન લોહીના નમૂના લેવામાં આવ્યા હતા. 28 સપ્ટેમ્બરના રોજ અંતિમ બાયોપ્સી રિપોર્ટ આવ્યો, જેમાં કેન્સરની પુષ્ટિ થઈ.

જોકે, બાયોપ્સી રિપોર્ટ આવવા સુધીમાં તેની પોલિસી માટે વેઇટિંગ પીરિયડ સમાપ્ત થઈ ચૂક્યો હતો. એવામાં મહિલાએ વીમા માટે ક્લેમ કર્યો. તેનો દાવો હતો કે, તેના કેન્સરની પુષ્ટિ વેઇટિંગ પીરિયડ સમાપ્ત થયા બાદ થઈ છે. જોકે, LICએ આ દાવો ફગાવી દીધો અને વીમા કવરેજ આપવાનો ઇનકાર કર્યો.

LIC1

તેની વિરુદ્ધ મહિલાએ વીમા લોકપાલને ફરિયાદ કરી. જોકે, લોકપાલે પણ તેના દાવાને ફગાવી દીધો. ત્યારબાદ મહિલાએ LIC વિરુદ્ધ હાઇકોર્ટની સિંગલ બેન્ચ સમક્ષ RIT અરજી દાખલ કરી. બેન્ચે તેની દલીલ સ્વીકારી, જેમાં જણાવ્યું હતું કે વીમા પોલિસીમાં નિદાન ત્યારે માનવમાં આવે છે, જ્યારે નિષ્ણાત તેની પુષ્ટિ કરે છે. એટલે, મહિલાનો દાવો યોગ્ય છે અને તેને ક્લેમ મળવો જોઈએ.

LICએ સિંગલ બેન્ચના નિર્ણય વિરુદ્ધ હાઇકોર્ટની ડિવિઝન બેન્ચમાં અપીલ કરી. ડિવિઝન બેન્ચે સિંગલ બેન્ચના નિર્ણયને માન્ય રાખ્યો. ‘નિદાન’ની પરિભાષા માટે સાયક્લોપેડિક મેડિકલ ડિક્શનરીને આધાર બનાવવામાં આવ્યો. તેમાં કોર્ટે માન્યું કે નિદાનમાં માત્ર બીમારીની પુષ્ટિ જ નહીં, પરંતુ તેને ઓળખવાની સમગ્ર પ્રક્રિયાનો પણ સમાવેશ થાય છે.

kerala-HC

ત્યારબાદ, કેરળ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે LICના પક્ષમાં ચૂકાદો આપ્યો, જેમાં કહેવામાં આવ્યું કે 28 સપ્ટેમ્બરના રોજ પહેલી વાર આ બીમારીની જાણ થઈ નહોતી, પરંતુ માત્ર તેની પુષ્ટિ થઈ હતી. વેઇટિંગ પીરિયડ દરમિયાન જ પહેલી વાર બીમારીની જાણ થઈ. એટલે, મહિલાને પોલિસીનો ક્લેમ નહીં મળી શકે.

error: Content is protected !!