fbpx

ભુવા નહીં યાત્રાધામ ડાકોરના પૂજારી ધૂણ્યા, કહ્યું- એક PSIને રૂલર પોલીસ સ્ટેશનમાંથી ઉઠાવીને SOGમાં મૂકી આપ્યો

Spread the love
ભુવા નહીં યાત્રાધામ ડાકોરના પૂજારી ધૂણ્યા, કહ્યું- એક PSIને રૂલર પોલીસ સ્ટેશનમાંથી ઉઠાવીને SOGમાં મૂકી આપ્યો

તમે ભૂવા ધૂણતા હોય એવા વીડિયો ઘણા જોયા હશે અને ધૂણતા ભૂવાઓને પણ જોયા હશે. પરંતુ આ વખતે  સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના રણછોડ મંદિરના પૂજારી વિષ્ણુપ્રસાદ સેવક ધૂણ્યા છે. ડોકરના રણછોડ મંદિરના પૂજારી વિષ્ણુપ્રસાદ સેવક ધૂણતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં પૂજારીવિષ્ણુપ્રસાદ સેવક પોતાની ઓળખ પોલીસ ગોર તરીકે આપી રહ્યા છે.

Dakor tample

ડાકોર મંદિરમાં હંમેશાં પોલીસ અને પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓની સેવા પૂજા આ પૂજારી કરાવતો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. પૂજારીનો ધૂણતો અને મોટી મોટી ડંફાસો મારતો વીડિયો વાયરલ થયો છે. પોલીસ ગૌર તરીકે ઓળખ આપનારા વિષ્ણુપ્રસાદ સેવક પોતાના ઘરે જ ધૂણી અને લોકોના કામ કર્યા હોવાનું વીડિયોમાં જણાવી રહ્યા છે. વીડિયોમાં તે બોલતા સંભળાય છે કે, ‘એક PSIનું કામ કર્યું છે, હાલ તેને ખૂબ સુખ શાંતિ છે. PSI મારી પાસે આવીને રડ્યો હતો. આ PSIને રૂલર પોલીસ સ્ટેશનમાંથી ઉઠાવીને SOGમાં મૂકી આપ્યો હતો. મેં તો આ PSIને DGP સ્કોડમાં મુકાવાની વાત કરી હતી જ્યાં મહિને 50 લાખ રૂપિયા કમાત પણ એની તાકત નહોતી.

gujarati.news18.comના રિપોર્ટ મુજબ, વિષ્ણુપ્રસાદ સેવકે કહ્યું કે, ‘આ 10-15 વર્ષ જૂનો વીડિયો છે, જેને તાજેતરમાં કોઈ વાયરલ કરી રહ્યું છે. વર્ષમાં એકવાર મને ભૈરવ મહારાજની હાજરી આવે છે ત્યારે આ વાત કહી હોય શકે. અત્યારે તો મને પણ યાદ નથી કે ત્યારે હું શું બોલ્યો હતો. અત્યારે તો હું બે મહિનાથી બેડ રેસ્ટ પર છું. મારી તબિયત સારી નથી. હું કોઈની બદલી કેવી રીતે કરાવી શકું?

02

આ મામલે વિવાદ વધતા પૂજારી વિષ્ણુપ્રસાદ સેવકે મીડિયા સમક્ષ પોતાનો બચાવ કર્યો છે. તેમણે જણાવ્યું કે, ‘હું તો મંદિરનો પૂજારી છું. હું કોઈ ભુવો નથી. મેં ક્યારેય કોઈની પાસેથી કોઈ રૂપિયા લીધા નથી. હું તો માત્ર 10 ચોપડી ભણેલો છું, હું કોઈની બદલી કેવી રીતે કરાવી શકું?’ આ વીડિયોએ પોલીસ અને વહીવટી તંત્રમાં પણ ચર્ચા જગાવી છે.

error: Content is protected !!