fbpx

‘… તો અમે PM મોદી સાથે છીએ’, માયાવતીએ લખનૌ રેલીથી ખુલ્લા સમર્થનની કરી દીધી જાહેરાત

Spread the love
‘… તો અમે PM મોદી સાથે છીએ’, માયાવતીએ લખનૌ રેલીથી ખુલ્લા સમર્થનની કરી દીધી જાહેરાત

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં ફરી એકવાર બહુજન સમાજ પાર્ટી (BSP)ના પ્રમુખ માયાવતીના શક્તિ પ્રદર્શનનું સાક્ષી બન્યું. કાંશીરામની પુણ્યતિથિ પર કાંશીરામ મેમોરિયલ પાર્કમાં વિશાળ ભીડ એકઠી થઈ હતી. ઉત્તર પ્રદેશ જ નહીં, પરંતુ પડોશી રાજ્યોના BSP સમર્થકોએ પણ ભાગ લીધો હતો. મંચ પરથી માયાવતીએ સમાજવાદી પાર્ટી (SP)ના પ્રમુખ અખિલેશ યાદવ અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા. તો, માયાવતીએ ફરી એકવાર ભાજપ પ્રત્યે નરમ વલણ બતાવ્યું. આટલું જ નહીં, તેમણે એક નિર્ણય પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાનું સમર્થન પણ આપ્યું.

Mayawati

માયાવતીએ પોતાની રેલીમાં કહ્યું કે, ‘જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલી ઘટનામાં ઘણી મહિલાઓના સિંદૂર ઉજડી ગયા, જે અત્યંત દુઃખદ છે. જો સુરક્ષા વ્યવસ્થા અગાઉથી કરવામાં આવી હોત, તો આ હુમલો અટકાવી શકાતો હતો. આ સાથે જ આપણી વિદેશ નીતિ પણ જનહિતમાં હોવી જોઈએ. કેન્દ્ર સરકારે પણ અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા લગાવવામાં આવેલા ટેરિફથી સતર્ક રહેવાની જરૂર છે.’ તાજેતરમાં જ, કેન્દ્ર સરકારે સ્વદેશીને પ્રોત્સાહન આપીને આત્મનિર્ભર થવાની વાત કરી છે. જો આ નિર્ણય પોકળ સાબિત ન થાય, તો અમારી પાર્ટી કેન્દ્ર સરકારના આ નિર્ણયનું સ્વાગત કરશે.’

Mayawati1

લખનૌની રેલીમાં માયાવતીએ એમ પણ કહ્યું કે, ‘તેઓ 2027ની વિધાનસભા ચૂંટણીમાં કોઈપણ પક્ષ સાથે ગઠબંધન નહીં કરે. વર્ષ 1993 અને વર્ષ 1996ની ચૂંટણીઓનો ઉલ્લેખ કરતા માયાવતીએ કહ્યું કે જ્યારે-જ્યારે BSPએ અન્ય પક્ષો સાથે ગઠબંધન કર્યું છે, ત્યારે પાર્ટીની બેઠકો અને વોટ શેર ઘટ્યો છે. ગઠબંધનમાં BSPના મત અન્ય પક્ષોમાં ટ્રાન્સફર થાય છે, પરંતુ તેમની પાર્ટીને ઉચ્ચ જાતિના સમાજના મત મળતા નથી. એટલે 2027ની વિધાનસભા ચૂંટણીમાં BSP એકલા હાથે લડશે.

અખિલેશ યાદવે BSP પ્રમુખ માયાવતીના આરોપોનો જવાબ આપ્યો છે. અખિલેશ યાદવે ભાજપ અને BSP વચ્ચે સાંઠગાંઠનો આરોપ લગાવ્યો. માયાવતીએ ​​કાંશીરામની પુણ્યતિથિ પર SP પર અનેક ગંભીર આરોપો લગાવ્યા હતા. હવે, અખિલેશ યાદવ એક બાદ એક તેમને જવાબ આપી રહ્યા છે.

error: Content is protected !!