
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ અમદાવાદની 3 ટેક્સટાઇલ કંપનીના માલિકોના ઘરે અને ઓફિસો પર દરોડા પાડ્તા ટેક્સટાઇલ ઉદ્યોગમાં ગભરાટ ફેલાયો હતો. EDએ અમદાવાદની જે 3 ટેક્સટાઇલ કંપનીઓ પર દરોડા પાડ્યા તેમાં (1) શ્રી બાબા ટેક્સટાઇલ (2) ઓમ ટેક્સો ફેબ (3) લક્ષ્મી ફેબને ત્યાં દરોડા પાડ્યા હતા.
આ 3 કંપનીઓ પર આરોપ છે કે તેમણે બેંકો પાસેથી બોગસ દસ્તાવેજો રજૂ કરીને 10 કરોડ રૂપિયાની લોન લઇને બેંકો સાથે છેતરપિંડી કરી છે. આ બાબતે CBIમાં ફરિયાદ નોંધાઇ હતી જેને આધારે EDએ દરોડા પાડ્યા. જાણવા મળેલી માહિતી મુજબ દરોડા દરમયિયાન EDને મહત્ત્વના દસ્તાવેજો, ડિજિટલ પુરાવા પણ મળ્યા છે. અધિકારીઓ હવે એ વાતની તપાસ કરી રહ્યા છે કે, કોઇ બેંક અધિકારીની સંડોવણી હતી કે કેમ?
