fbpx

પ્રાંતિજ ના  સલાલ નજીક કારમાં આગ લાગી

Spread the love

પ્રાંતિજ ના  સલાલ નજીક કારમાં આગ લાગી
– કાર ચાલક નો આબાદ બચાવ
– અમદાવાદ થી હિંમતનગર તરફ જઈ રહેલ કારમા આગ લાગી
           


સાબરકાંઠા જિલ્લા ના અમદાવાદ-હિંમતનગર નેશનલ હાઇવે-૪૮ ઉપર આવેલ પ્રાંતિજ ના સલાલ નજીક હિંમતનગર તરફ જઈ રહેલ કાર મા આગ લાગી


   પ્રાંતિજ ના સલાલ પાસે આવેલ સોનાસણ ચોકડી ઓવરબ્રિજના છેડા પાસે અમદાવાદ થી હિંમતનગર તરફ જઈ રહેલ સીફટ કાર માં શોટ સર્કિટ ને લઈ ને અચાનક આગ લાગતા કારના ચાલક સમયસૂચકતા વાપરી કાર ચાલક કાર ને સાઈડ મા કરી કારમાંથી બહાર નીકળી ગયો હતો તો જોતજોતામા આગે ઉગ્ર સ્વરૂપ ધારણકરતા સંપૂર્ણ કાર  આગની જ્વાળાઓમાં લપેટાઈ તો કાર મા આગ લાગતા આજુ બાજુમા રહેતા લોકો સહિત રોડ ઉપર અવરજવર કરતા લોકો દોડી આવ્યા હતા અને હિંમતનગર હિંમતનગર ફાયર બ્રિગેડ ને જાણ કરતા હિંમતનગર ફાયર ટીમ તાત્કાલિક ધટના સ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચાલુ કર્યો હતો પણ આગે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા આગમા કાર બળીને ભથ્થુ થઈ ગઈ હતી તો કાર ચાલક નો આબાદ બચાવ થયો હતો

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!