પ્રાંતિજ ના તાજપુર કુઈની હાર્ડવેરની દુકાનમાંથી અજાણ્યા શખ્સો રૂા. ૪ લાખની મત્તા ચોરી ગયા
– દુકાન માલિક દ્રારા પોલીસ ને જાણ કરવામા આવી
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ તાલુકાના તાજપુર કુઈ રોડ પર આવેલ હાર્ડવેરની દુકાનમાં
બુધવારે વહેલી પરોઢે અજાણ્યા શખ્સોએ અંદર પ્રવેશ કરીને કેટલોક સર સામાન ફેંકી દીધો હતો તથા અન્ય સર સામાનની ચોરી કરી લઈ ગયા હતા ત્યારબાદ મકાન માલિકે દુકાનમાં તપાસ કરતા અંદાજે રૂા. ૪ લાખથી વધુની મત્તાની ચોરી કરી લઈ ગયા હોવાનું બહાર આવ્યું હતુ
તાજપુર કુઈ રોડ પર આવેલ એક અંકિત પટેલની હાર્ડવેરની દુકાનમાંથી બુધવારે વહેલી પરોઢે અજાણ્યા શખ્સોએ પ્રવેશ કરીને દુકાનમાં રખાયેલ કેમેરા તોડી નાંખ્યા હતા ત્યારબાદ અજાણ્યા શખ્સો કેમેરાનું ઈનવેટર પણ ઉઠાવી ગયા હતા જે અંગે દુકાનના માલિક અંકિત પટેલ તરત જ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી ત્યારબાદ પોલીસે આવી તપાસ કરતાં કેટલોક સામાન દુકાનની બહાર ગમે તેમ ફેંકી દેવાયો હોવાનું જણાયું હતુ આ પંથકમાં અવારનવાર અજાણ્યા શખ્સો ચોરીને અંજામ આપી લોકોની મિલકતોને નુકસાન પહોંચાડી રહ્યા છે ત્યારે રાત્રિના સમયે અહીં પેટ્રોલીંગ સઘન બનાવવાની વેપારીઓએ માંગ કરી છે
જીલ રાવલ સાબરકાંઠા
