પ્રાંતિજ ખાતે મફત આયુર્વેદિક તથા હોમિયોપેથીક નિદાન અને સારવાર કેમ્પ યોજાયો
– પ્રાંતિજ સિનિયર સીટીઝન મંડળ ના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો
– પ્રાંતિજ તથા તાલુકા માંથી ૨૫૦ થી વધુ લોકોએ લાભ લીધો
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે મફત આયુર્વેદિક હોમિયોપેથીક નિદાન અને સારવાર કેમ્પ યોજાયો જેમા ૨૫૦ થી પણ વધારે લોકોએ કેમ્પ નો લાભ લીધો



પ્રાંતિજ ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ ગાંધીનગર નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર સંચાલિત આયુર્વેદિક શાખા સાબરકાંઠા અને પ્રાંતિજ સિનિયર સિટીઝન મંડળ ના સંયુક્ત ઉપક્રમે મફત આયુર્વેદ તથા હોમિયોપેથી નિદાન અને સારવાર કેમ્પ નુ પ્રાંતિજ પટેલ સમાજ ની વાડી ખાતે યોજાયો જેમા પ્રાંતિજ તથા તાલુકા માંથી ૨૫૦ પણ વધારે લોકો એ લાભ લીધો હતો સાંધાનો ધસારો , આંખના રોગ , પેટના રોગ , શ્વાસ , હૃદયરોગ , કબજિયાત ,બીપી વગેરે વિના મુલ્યે આયુર્વેદ તેમજ હોમિયોપેથી દવા આપવામા આવી હતી તો ર્ડા.કિંજલ બેન ગોસ્વામી તથા ર્ડા.અંકિત મહીડા દ્રારા ર્ડોકટરી સેવા પુરી પાડી હતી તો આ કાર્યક્રમ ને સફળ બનાવવામા સિનિયર સીટીઝન મંડળના તમામ હોદેદારો ઉપસ્થિત રહી સફળ બનાવ્યો હતો જેમા પ્રમુખ ધનજીભાઇ કેશવલાલ પટેલ , ઉપપ્રમુખ પટેલ મનુભાઈ ચતુરભાઇ , ચૌહાણ ભરતભાઇ ઇશ્વરભાઇ , રાઠોડ હસમુખભાઈ કેશવલાલ , સોની જયાબેન યોગેશભાઇ , રાવલ અરવિંદભાઇ , મોદી અરવિંદભાઇ , પટેલ રસિકભાઇ સહિત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા
જીલ રાવલ સાબરકાંઠા

