
જે રીતે નેચરલ ડાયમંડમાં સુરત દુનિયામાં નંબર વન છે તે રીતે લેબગ્રોન ડાયમંડમાં પણ સુરત દુનિયભારમાં નંબર વન છે. આ ઉદ્યોગ છેલ્લાં 12 વર્ષમાં ખુબ ઝડપીથી આગળ વધ્યો છે. ત્યારે વિદેશના કેટલાંક લોકો લેબગ્રોન ડાયમંડ વિશે નેગેટીવ વાતો ફેલાવીને સુરતને બદનામ કરવાની કોશિશ કરે છે.
વર્લ્ડ ડાયમંડ કાઉન્સીલના પ્રમુખ ફેરીઅલ ઝેરાકીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, લેબગ્રોન ડાયમંડે પોતાની ચમક ગુમાવી દીધી છે અને હવે લોકો ફરી નેચરલ ડાયમંડ તરફ વળ્યા છે.
સુરત લેબગ્રોન ડાયમંડ એસોસિસેનના પ્રમુખ બાબુ વાઘાણીએ કહ્યું કે, લેબગ્રોન ડાયમંડની ખુબ ડિમાન્ડ છે અને આવા નિવેદનોથી ઉદ્યોગને કોઇ ફરક પડતો નથી. છેલ્લાં એક વર્ષમાં જ લેબગ્રોન ડાયમંડ બિઝનેસ ડબલ થઇ ગયો છે.
