
સોનાના ભાવોમાં આ વર્ષમાં લગભગ 65 ટકા જેટલો ઉછાળો આવ્યો હોવા છતા દુનિયાભરની સેન્ટ્રલ બેંકો તેમના સોનાના ભંડારમાં વધારો કરી કરી રહી છે. ત્યારે સવાલ એ છે કે સેન્ટ્રલ બેંકો સોનાની આટલી બધી ખરીદી કેમ કરે છે?
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલના અહેવાલ મુજબ વર્ષ 2025માં દુનિયાભરની બધી સેન્ટ્રલ બેંકો 900 ટન સોનું ખરીદશે તેવો અંદાજ છે.સૌથી વધારે સોનું ખરીદનારા દેશોમાં પોલેન્ડ પહેલા નંબરે છે જેણે 67 ટન સોનું ખરીદ્યું છે અને અઝરબૈઝાને 34.5 ટન, કઝાકિસ્તાને 25 ટન અને ચીને 19 ટન સોનાની ખરીદી કરી છે. ભારતની રિઝર્વ બેંકે 10 ટન સોનું ખરીદ્યું છે.
કારણ એવું છે કે ગ્લોબલ ઇકોનોમી હાલમાં 2 ટકા કરતા પણ ઓછા દરે ગ્રો થઇ રહી છે,ફુગાવો ચરમસીમા પર છે. આવા માહોલમાં ગોલ્ડ એક જ એવું છે સલામત ઇન્વેસ્ટમેન્ટ છે.
