
બિહારમાં વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. આ વખતે ચૂંટણી એનાલિસ્ટ તરીકે જાણીતા પ્રશાંત કિશોરે પણ પોતાની જનસુરાજ પાર્ટીના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. એક સભામાં PKએ કહ્યુ કે પ્રધાનમંત્રી મોદી ગુજરાતના સુરતમાં ફેકટરી નાંખે છે, પરંતુ બિહારમાં ફેકટરી નાંખવા માટે કેમ વિચારતા નથી?
પ્રશાંત કિશોરે કહ્યુ કે એનું કારણ એવું છે કે, સુરતમાં બિહારના લગભગ 5 લાખ મજૂરો કામ કરે છે અને 10000 જેટલી ઓછી મજૂરી પર કામ કરે છે. જો બિહારમાં ફેકટરી નાંખવામા આવે તો આ બધા મજૂરો બિહાર આવી જાય તો આટલા સસ્તા મજૂરો લાવવા ક્યાંથી? એટલે બિહારમાં ફેકટરી નાંખતા નથી.
જો કે પ્રશાંત કિશોરને ખબર નથી કે ગુજરાત અને સુરત વર્ષોથી બિઝનેસનું સેન્ટર છે. પ્રધાનમંત્રી મોદી આવ્યા પછી ફેકટરીઓ શરૂ નથી થઇ.
